Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 16:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં પ્રવાસ કર્યો. કારણ, પવિત્ર આત્માએ તેમને આસિયા પ્રદેશમાં સંદેશનો પ્રચાર કરતાં અટકાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પાઉલ અને તેની સાથેના માણસો ફુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 16:6
31 Iomraidhean Croise  

જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


આપણામાં બની ગયેલા બનાવોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે.


હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે [પવિત્ર] આત્માએ તેને કહ્યું “જો, ત્રણ માણસો તને શોધે છે.


[પવિત્ર] આત્માએ મને ક્હ્યું, ‘કંઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓની સાથે જા.’ આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે માણસના ઘરમાં ગયા.


તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહિ.


કેટલોક વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દઢ કરતો કરતો અનુક્રમે ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.


બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત‍ સાંભળી.


કેમ કે આસિયામાં વખત ગાળવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું ઠરાવ્યું હતું, અને જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય એ માટે તે ઉતાવળ કરતો હતો.


તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.


પૂર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંના આરિસ્તાર્ખસ, સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખીકસ તથા ત્રોફિમસ; એઓ તેની સાથે આસિયા સુધી ગયા.


તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો.


પણ લિબર્તીની કહેવાતી સભામાંના, કૂરેનીના, એલેકઝાન્ડ્રિયાના, કિલીકિયાના તથા આશિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.


આત્માએ ફિલિપને કહ્યું, “તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.”


વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને માટે આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.


પણ પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને [જુદાં જુદાં દાન] વહેંચી આપીને એ સર્વ કરાવનાર એ ને એ જ આત્મા છે.


હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે [લખું છું] :જેમ મેં ગલાતિયાની મંડળીઓને આજ્ઞા આપી તેમ જ તમે પણ કરો.


આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે, આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે.


કેમ કે, ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. એ [વિપત્તિ] અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમે અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી.


અને મારી સાથેના બધા ભાઈઓ:


ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા એમ છતાં તમને કોણે ભરમાવ્યા?


તને માલૂમ છે કે, આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.


કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતીઆ ગયો, અને તિતસ દલ્માતીઆ ગયો.


વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્‍થળ વારસામાં પોતાને મળવાનું હતું, ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે કયાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.


ઈશ્વર પિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા માટે, અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા માટે, પસંદ કરવામાં આવેલા,


તે કહેતી હતી, “તું જે જુએ છે તે પુસ્તકમાં લખ; અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે, તેઓના ઉપર તે મોકલ.”


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


Lean sinn:

Sanasan


Sanasan