Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 16:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, બંદીખાનાના પાયા હાલી ગયા. બધાં બારણાં તરત ઊઘડી ગયાં. અને સર્વનાં બંધનો છૂટી ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 એકાએક મોટો ધરતીકંપ થયો કે જેથી જેલના પાયા હાલી ગયા. તરત જ બધા દરવાજા ખૂલી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 16:26
15 Iomraidhean Croise  

તેણે જઈને પેલાની લાશ માર્ગમાં પડેલી, ને લાશની પાસે ગધેડો તથા સિંહ ઊભેલા જોયા. સિંહે લાશ ખાધી નહોતી, ને ગધેડાને ફાડી નાખ્યો નહોતો.


જેથી તે બંદીવાનના નિસાસા સાંભળે, તથા મરણના સપાટામાં સપડાયેલાને છોડાવે; કે


તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.


ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે, તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધિવાન કરે છે. પણ બંડખોરો સૂકા ઉજ્જડ દેશમાં રહે છે.


બંદીવાનનો નિસાસો તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે ઠરાવેલા છે તેમનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો;


જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને, ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, ને ત્યાં આવીને કબરનાં મોં પરથી પથ્‍થરને ગબડાવીને તેના પર બેઠો.


તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા. તે તેઓને માટે પોતાની મેળે ઊઘડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો. એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો.


ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો, અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, “જલ્દી ઊઠ.” ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી.


તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.


પણ રાત્રે પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું,


તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો દસમો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયાં. અને જે બાકી રહ્યાં હતાં તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.”


જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા તોડી, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય વાળના કામળા જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો કાળો થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan