19 જ્યારે તેના માલિકોને ખબર પડી કે તેમની પૈસા કમાવાની તક ચાલી ગઈ છે ત્યારે તેમણે પાઉલ અને સિલાસને પકડયા અને તેમને અધિકારીઓ પાસે જાહેરસ્થાનમાં ઢસડી ગયા.
19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા.
પછી તેઓએ રાજાની પાસે જઈને તેની આગળ રાજાના મનાઈ હુકમ વિષે વાત કરી, “હે રાજાજી, જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય કોઈ પણ માણસને કે દેવને વિનંતી કરે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે એવા મનાઈ હુકમ પર આપે સહી કરી નથી?” રાજાએ ઉત્તર આપ્યો, “એ વાત ખરી છે. માદીઓ તથા ઈરાનીઓના કાયદા કે જે બદલાતા નથી તે પ્રમાણે [તે છે].”
પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.
પણ અત્યોંખ તથા ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરો માર્યા, અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેર બહાર ઘસડી લઈ ગયા.
ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવાનો ઠરાવ કર્યો.
પણ તેઓને તેઓ જડ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ઘસડી લઈ જઈને તેઓએ બૂમ પાડી, “જેઓએ જગતને ઊથલપાથલ કર્યું છે, તેઓ અહીં પણ આવ્યા છે”