Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. આ ખોરાકને અશુદ્ધ બનાવે છે. લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ. કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે. હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:29
20 Iomraidhean Croise  

પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો.


કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એમ જાણવું કે તેઓનું રક્ત તે જ તેઓનો જીવ છે; એ માટે મેં ઇઝરાયલી લોકોને કહ્યું કે, કોઈ પણ પ્રકારના દેહધારીનું રક્ત તમારે ન ખાવું; કેમ કે સર્વ દેહધારીઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. જે કોઈ તે ખાય, તે અલગ કરાય.


એક બીજાએ પણ તેમને કહ્યું, “પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલવહેલાં જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.”


પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારીથી, ગૂંગળાવીને મારેલાંથી તથા લોહીથી દૂર રહેવું.


પણ ઈશ્વરેચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ. એમ કહીને તેઓની વિદાય લીધી, અને એફેસસથી વહાણમાં ઊપડયો.


પણ જે વિદેશીઓએ વિશ્વાસ કર્યો છે તેઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારી નાખેલાંથી તથા વ્યભિચારથી દૂર રહે.”


જ્યારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું થવાનું છે, તે જ સમયે મેં એને તરત આપની પાસે મોકલ્યો, અને એની વિરુદ્ધ [જે કંઈ કહેવું હોય તે] તેઓ આપની આગળ કહે એવી મેં ફરિયાદીઓને પણ આજ્ઞા કરી.”


વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ, કેમ કે, મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી. અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો, અને દૂર રહીશ.


છેવટે, હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો; અને પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.


કેવળ તમારે રક્ત ખાવું નહિ. તે તારે પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.


કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા. તું જાતે શુદ્ધ રહેજે.


વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.


મારાં બાળકો, સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan