Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારીથી, ગૂંગળાવીને મારેલાંથી તથા લોહીથી દૂર રહેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ: મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. આનાથી ખોરાક અશુદ્ધ બને છે. કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:20
47 Iomraidhean Croise  

અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં કપડાં બદલો;


પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો.


મારી આગળ તમારે કોઈ [અન્ય દેવો] કરવા નહિ. તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહિ.


એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?


ત્યારે મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવા! જો, હું કદી અશુદ્ધ થયો નથી; કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુડદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી. તેમ જ નાપાક માસ મારા મોંમાં ગયું નથી.”


પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો, “રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહિ.” તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે, “વટાળથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ.”


તમારામાંનો કોઈ પણ પોતાની નજીકની સગીની આબરૂ લેવા તેની પાસે ન જાય. હું યહોવા છું.


તમે કોઇ પણ વસ્‍તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમ જ શુકનનો ઉપચાર પણ ન કરો.


તમારી વંશપરંપરા તમારાં વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.”


કેમ કે તેઓ પોતાના દેવોન ય ને પ્રસંગે લોકોને નોતરતા હતા; અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા.


એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”


પણ જે વિદેશીઓએ વિશ્વાસ કર્યો છે તેઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારી નાખેલાંથી તથા વ્યભિચારથી દૂર રહે.”


પણ હમણાં હું તમને લખી જણાવું છું કે, જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે [બેસીને] ખાવું પણ નહિ.


અન્‍ન પેટને માટે અને પેટ અન્‍નને માટે છે. પણ ઈશ્વર તે બન્‍નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નથી, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરને માટે.


વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ [બીજાં] પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.


શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,


પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્‍ત્રીએ લગ્ન કરવું.


હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્‍નતિ કરે છે.


રખેને હું ફરી આવું ત્યારે મારો ઈશ્વર મને તમારી આગળ નીચું જોવડાવે; અને જેઓ આજ સુધી પાપ કરતા આવ્યા છે, અને જેઓએ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું કર્યા છતાં તે વિષે પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે મારે શોક કરવો પડે.


દેહનાં કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું,


વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે.


કેવળ તમારે રક્ત ખાવું નહિ. તે તારે પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.


તમારે કોઈ પણ પ્રાણીનું મુડદાલ ખાવું નહિ. તારી મધ્યે રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તું કોઈ વિદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. બકરીનું બચ્ચું તેની માના દૂધમાં તું ન બાફ.


ફકત તું તેનું રક્ત ન ખા; તે તું પાણીની જેમ જમીન પર ઢોળી દે.


એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.


કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો,


રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જયેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવાં કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા.


તેના હાથમાં એક નાનું ખુલ્‍લું કરેલું ઓળિયું હતું, ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો [પગ] પૃથ્વી પર મૂકયો.


અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી, તેણે ફરીથી મને સંબોધીને કહ્યું, “તું જા, ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે, તેના હાથમાં જે ઉઘાડું ઓળિયું છે તે લે.”


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


બાકીનાં જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહિ, એટલે તેઓએ દુષ્ટાત્માઓની તથા સોનારૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો [પસ્તાવો કર્યો નહિ].


તેથી લોકો લૂટ પર તૂટી પડ્યા, અને ઘેટાં, બળદો તથા વાછરડો લઈને ભૂમી પર તેઓનો વધ કર્યો; અને લોકો રક્ત સાથે તે ખાવા લાગ્યા.


ત્યારે તેઓએ શાઉલને કહ્યું, “જુઓ, લોકો રક્ત સાથે [માંસ] ખાઈને ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે છે.” ત્યારે તેણે કહ્યું, “તમે ઠગાઈ કરી છે; આજે એક મોટો પથ્થર મારી પાસે ગબડાવી લાવો.”


Lean sinn:

Sanasan


Sanasan