Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 15:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જેથી બાકી રહેલા લોકો તથા બધા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 અને તેથી સર્વ લોકો પ્રભુને શોધશે, જેમને મેં મારા પોતાના થવા આમંત્રણ આપ્યું છે એવા સર્વ બિનયહૂદીઓ પણ શોધશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે. બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે. પ્રભુએ આ કહ્યુ છે. અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે.’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 15:17
32 Iomraidhean Croise  

અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”


જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઇસહાકનું નામ મૂકો; અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાઓ.”


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


જે સર્વને મરું નામ આપેલું છે, ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે તેને લાવ; મેં તેને બનાવ્યો; હા, મેં તેને પેદા કર્યો છે.’


જેઓના પર તમે પુરાતન કાળથી રાજ કર્યું નથી, ને જેઓ તમારા નામથી ઓળખાતા નથી, તેઓના જેવા અમે થયા છીએ.


જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે. જેઓ મને શોધતા નહોતા તેઓને હું મળ્યો છું. જે પ્રજાએ મારું નામ લઈને [મારી વિનંતી] કરી નહોતી તેમને મેં કહ્યું, ‘હું આ રહ્યો, હું આ રહ્યો.’


વિસ્મિત થયેલા માણસના જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરી ન શકે, એવા તમારે કેમ થવું જોઈએ? પણ હે યહોવા, તમે અમારી વચમાં છો, ને તમારા નામથી અમે ઓળખાયા છીએ: અમારો ત્યાગ ન કરો.”


હે યહોવા, સંકટને સમયે મારા સામર્થ્ય, મારા ગઢ, તથા મારા આશ્રય, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તમારી પાસે આવીને કહેશે, “અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે.


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


હે પ્રભુ, લક્ષ આપો, ને આ અમારી અરજ ફળીભૂત કરો. વિલંબ ન કરો. હે મારા ઈશ્વર, તમારી પોતાની ખાતર એ પ્રમાણે કરો, કેમ કે તમારા નગરનું તથા તમારા લોકોનું નામ તમારા નામ પરથી પડેલું છે.”


હું મારે માટે તેને દેશમાં રોપીશ; જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ. અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ, ‘તમે મારી પ્રજા છો;’ અને તેઓ કહેશે, ‘ [તમે] અમારા ઈશ્વર [છો.] ”’


[તે સમયે] એમ થશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે, તે તારણ પામશે, કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં કેટલાક બચી જશે, ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ [બચશે].


જેથી અદોમના બાકી રહેલાનું, તથા જે બધી પ્રજાઓ મારા નામથી ઓળખાતી હતી તેઓનું પણ તેઓ વતન પામે.” આ કરનાર જે યહોવા તે એમ કહે છે.


ત્યારે યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે કે, જે મનુષ્યને માટે થોભતાં નથી.


તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરે, જ્યારે ઈશ્વર એવું કરશે ત્યારે કોણ બચશે?


એમ તેઓ ઇઝરાયલીઓને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.”


અને પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે. અને તેઓ તારાથી બીશે.


જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?


Lean sinn:

Sanasan


Sanasan