Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 14:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા કે, જ્યાં તેઓ જે કામ પૂરું કરી આવ્યા હતા તેને માટે તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 ત્યાંથી તેઓ જળમાર્ગે અંત્યોખ આવ્યા. જે સેવાકાર્ય તેમણે હાલ પૂરું કર્યું તે માટે તેમને અહીંથી જ ઈશ્વરની કૃપાને સહારે સોંપવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 14:26
22 Iomraidhean Croise  

સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ, તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને [પ્રભુની] વાત પ્રગટ કરી ન હતી.


પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.


તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.


અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો. તેઓએ એક આખું વરસ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોખમાં “ખ્રિસ્તી” કહેવાયા.


હવે એ દિવસોમાં પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.


પણ અત્યોંખ તથા ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરો માર્યા, અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેર બહાર ઘસડી લઈ ગયા.


તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, તથા ઘણા શિષ્યો કર્યા પછી તેઓ લુસ્‍ત્રા તથા ઈકોનિયમ થઈને અંત્યોખ પાછા આવ્યા.


વળી તેઓએ દરેક મંડળીમાં [મત લઈને] તેઓને માટે વડીલો નીમ્યા, અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા.


ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવાનો ઠરાવ કર્યો.


પછી તેઓ વિદાય લઈને અંત્યોખ ગયા. અને લોકોને એકત્ર કરીને તેઓએ પત્ર આપ્યો.


પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યા પછી તે ચાલી નીકળ્યો.


હવે હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. તે તમારી [આત્મિક] ઉન્‍નતિ કરવાને, તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે.


એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ].


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે હું તેને મોઢે ચઢીને તેની સામે થયો, કેમ કે તે દોષિત ઠર્યો હતો.


ઈશ્વરની વાત સંપૂર્ણ [રીતે પ્રગટ] કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે માટે સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું.


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


વળી આર્ખિપસને કહેજો કે, પ્રભુમાં જે સેવા [કરવાનું કામ] તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


Lean sinn:

Sanasan


Sanasan