Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 14:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી તેઓએ દરેક મંડળીમાં [મત લઈને] તેઓને માટે વડીલો નીમ્યા, અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પાઉલ અને બાર્નાબાસે પ્રત્યેક મંડળી માટે વડીલોને પસંદ કર્યા. તેઓએ ઉપવાસ કર્યા અને આ વડીલો માટે પ્રાર્થના કરી. આ વડીલો એ માણસો હતા, જેઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ હતો. તેથી પાઉલ અને બાર્નાબાસે તેઓને પ્રભુની સંભાળ હેઠળ રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 14:23
28 Iomraidhean Croise  

પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.] ”


અને તેમણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે,


તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી.


ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, “ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું;” એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો.


તે સર્વ વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે તેમના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ.


તેઓએ પ્રાર્થના કરી, “હે અંતર્યામી પ્રભુ,


તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર તે મોકલી.


પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા કે, જ્યાં તેઓ જે કામ પૂરું કરી આવ્યા હતા તેને માટે તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા હતા.


તેઓની મારફતે તેઓએ લખી મોકલ્યું, “અંત્યોખમાં, સિરિયામાં તથા કિલીકિયામાં, વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા.


તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે મંડળીએ, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આદરસત્કાર કર્યો, અને ઈશ્વરે જે કામ તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેમને કહી સંભળાવ્યું.


ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એક્ત્ર થયા.


પછી તેણે મિલેતસથી એફેસસ [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.


હવે હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. તે તમારી [આત્મિક] ઉન્‍નતિ કરવાને, તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે.


એટલું જ નહિ, પણ તે [ભાઈ] ની નિમણૂક મંડળીઓએ કરી છે, જેથી આ [ઉદારતાની] કૃપા [ના સંબંધમાં] , જેના અમારી ઉત્કંઠા [દર્શાવવાને] પ્રભુના મહિમાને અર્થે અમે સેવકો છીએ, તેના સંબંધમાં તે અમારી સાથે ફરે.


વૃદ્ધને ઠપકો ન આપ, પણ જેમ પિતાને તેમ તેને સમજાવ. જેમ ભાઈઓને તેમ જુવાનોને;


કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા. તું જાતે શુદ્ધ રહેજે.


એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.


જે કામો અધૂરાં છે તે તું વ્યવસ્થિત કરે, અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરેનગર વડીલો ઠરાવે, માટે મેં તને ક્રીતમાં રાખ્યો.


તમારામાં શું કોઈ બીમાર છે? [જો હોય] તો તેણે મંડળીના વડીલોને બોલાવવા, અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી.


તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તનાં દુ:ખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, એથી તેઓને વિનંતી કરું છું કે,


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકો પ્રતિ લખનાર વડીલ:


જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસ પ્રતિ લખનાર વડીલ.


Lean sinn:

Sanasan


Sanasan