Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 14:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ અત્યોંખ તથા ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરો માર્યા, અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેર બહાર ઘસડી લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પિસિદિયાના અંત્યોખથી અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. તેમણે લોકોનાં ટોળાંને પોતાના પક્ષનાં કરી લીધાં. તેમણે પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું ધારીને તેને નગર બહાર ઢસડી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પછી કેટલાક યહૂદિઓ અંત્યોખ અને ઈકોનિયામાંથી આવ્યા. તેઓએ લોકોને પાઉલની વિરૂદ્ધ સતાવણી કરવા સમજાવ્યા. અને તેથી લોકોએ પાઉલ પર પથ્થરો ફેંક્યા અને તેને શહેરની બહાર ઘસડી ગયા. લોકોએ ધાર્યું કે તેઓએ પાઉલને મારી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 14:19
26 Iomraidhean Croise  

તેને યરુશાલેમના દરવાજાઓની બહાર ઘસડીને ફેંકી દેવામાં આવશે, ને ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટશે.


પણ તેઓ પર્ગેથી આગળ જતાં પિસીદિયાના અંત્યોખ આવ્યા, અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.


પણ લોકોની મેદની જોઈને, યહૂદીઓને અદેખાઈ આવી, અને તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું.


ઈકોનિયમમાં તેઓ બન્‍ને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણા જ યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો,


તેઓએ લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં મુશ્કેલીથી અટકાવ્યા.


પણ અવિશ્વાસી યહૂદીઓએ વિદેશીઓને ઉશ્કેરીને તેઓના મનમાં ભાઈઓની વિરુદ્ધ વેરભાવ ઉત્પન્‍ન કર્યો.


તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, તથા ઘણા શિષ્યો કર્યા પછી તેઓ લુસ્‍ત્રા તથા ઈકોનિયમ થઈને અંત્યોખ પાછા આવ્યા.


પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા કે, જ્યાં તેઓ જે કામ પૂરું કરી આવ્યા હતા તેને માટે તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા હતા.


પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા. કેટલાકે યહૂદીઓનો પક્ષ લીધો, અને કેટલાકે પ્રેરિતોનો પક્ષ લીધો.


તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા માટે જયારે વિદેશીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત હિલચાલ ઊભી કરી,


કે, જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને માટે પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.


પણ જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરનું વચન બેરિયામાં પણ પ્રગટ કરે છે ત્યારે તેઓ ત્યાં પણ આવ્યા, અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યા.


અને તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, અને હું તેને મારી નાખનારાઓનાં વસ્‍ત્ર સાચવતો હતો.’


તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથરા માર્યા! સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાનાં વસ્‍ત્ર મૂક્યાં હતાં.


કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.”


ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ [ના ભય] માં છું.


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું કે, ) હું [તેઓના કરતાં] વિશેષ છું; કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડયો છું, વધારે વખત હદબહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું.


ત્રણ વાર મેં સોટીઓનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું સમુદ્રમાં પડી રહ્યો હતો.


ઘણી મુસાફરીઓ કરી, નદીઓનાં વિધ્નોમાં, લૂંટારાઓ તરફના સ્વદેશીઓ તરફનાં, પરદેશીઓ તરફનાં, શહેરમાંનાં, જંગલમાંના, સમુદ્રનાં, તથા ડોળઘાલુ ભાઈઓ તરફનાં જોખમો વેઠયાં;


કેમ કે, ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ [પર વિશ્વાસ રાખનારી] ઈશ્વરની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુ:ખ સહન કર્યાં તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવાં જ દુ:ખો સહન કર્યાં છે.


ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુ:ખો પડયાં, અને અંત્યોખમાં, ઈકોનિયામાં તથા લુસ્‍ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો. પણ આ બધાં દુ:ખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan