Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો [નાં વચનો] નું વાચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહાવી મોકલ્યું, “ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મોશેના નિયમશાસ્ત્રમાંથી અને સંદેશવાહકોનાં લખાણમાંથી વાચન કર્યા પછી ભજનસ્થાનના અધિકારીઓએ તેમને કહેવડાવ્યું, “ભાઈઓ, તમારી પાસે ઉત્તેજનદાયક સંદેશો હોય તો લોકોને કંઈક કહો એવી અમારી ઇચ્છા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકનાં લખાણો વંચાયા. પછી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને સંદેશો મોકલ્યો, “ભાઈઓ, જો તમારી પાસે અહી લોકો માટે બોધરૂપી સંદેશ હોય તો, મહેરબાની કરીને બોલો!”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:15
21 Iomraidhean Croise  

અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવે છે, ને તેમને જોઈને તેમના પગ આગળ પડે છે.


નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો યોહાન સુધી હતા; તે વખતથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, અને દરેક માણસ તેમાં બળજબરીથી પેસે છે.


“ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને રસ્તો બતાવનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્‍ત્રવચન પૂર્ણ થવાની અગત્ય હતી.


કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો હરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તેમને વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને [તે ભવિષ્યની વાતો] પૂર્ણ કરી.


કેમ કે પ્રાચીનકાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં છે, અને તેનાં વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે.”


ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને [ઠરાવ્યું] કે, મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે.


ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો. પણ ગાલિયોએ એ વાતની કંઈ પણ દરકાર કરી નહિ.


સભાસ્થાનના આગેવાન ક્રિસ્પસે પોતાના આખા ઘરનાં માણસો સહિત પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વાત સાંભળીને વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામ્યા.


ભાઈઓ, [આપણા] પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દટાયો પણ છે, અને તેની કબર આજ સુધી આપણે ત્યાં છે.


હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, “ભાઈઓ, અમે શું કરીએ?”


તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.


તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો બોધ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.


“ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છું તે સાંભળો.”


યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, એની અટક પ્રેરિતોએ ‘બાર્નાબાસ’ (એટલે સુબોધનો દીકરો) પાડી હતી.


[સ્તેફને] કહ્યું, “ભાઈઓ, તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને


અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી‌ છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.


પણ જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્‍નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે.


પણ તેઓનાં મન કઠણ થયાં, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમ ને એમ રહે છે. પણ તે [મુખપટ] તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.


કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું,


ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે આ [મારા] બોધનાં વચન ધ્યાનમાં રાખો, કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan