Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જે બન્યું તે જોઈને રાજ્યપાલે વિશ્વાસ કર્યો. પ્રભુ વિષેના શિક્ષણથી તે ખૂબ જ આશ્ર્વર્ય પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જ્યારે હાકેમે આ જોયું ત્યારે પ્રભુના બોધથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:12
20 Iomraidhean Croise  

ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


બધાએ તેમને વિષે સાક્ષી આપી, અને તેમનાં મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “શું એ યૂસફનો દીકરો નથી?”


એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.”


ભાલદારોએ ઉત્તર આપ્યો, “એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.”


એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને માટે જેટલા નિર્માણ થયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો.


તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઇ ગઈ.


[બેટનો] હાકેમ, સર્જિયસ પાઉલ જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે [હાકેમે] બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.


પણ એલિમાસ જાદુગર (કેમ કે તેના નામનો અર્થ એ જ છે), તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાની મતલબથી તેઓની સામો થયો.


પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહીને બીજા ઘણા [ભાઈઓ] ની સાથે પ્રભુના વચનનું શિક્ષણ આપતા તથા ઉપદેશ કરતા રહ્યા.


કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, હવે આપણે પાછા ફરીએ, અને જે જે શહેરોમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી હતી, તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.”


પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ સંપ કરીને પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને ન્યાયાસન આગળ લાવીને કહ્યું,


બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત‍ સાંભળી.


એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.


માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના કારીગરોને કોઈની ઉપર કંઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે. માટે તેઓ એકબીજા પર ફરિયાદ માંડે.


તેઓ બધા મળીને બારેક પુરુષ હતા.


હવે તે ટાપુના પબ્લિયસ નામના મુખ્ય માણસની જાગીર તે જગાની નજીક હતી. તેણે અમારો આદરસત્કાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવે અમારી પરોણાગત કરી.


પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.


હવે [ત્યાં] સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમ પાછા આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan