Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 13:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે, અને તને સૂર્યનાં દર્શન થશે નહિ.” ત્યારે એકાએક ધૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં. અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે; તું આંધળો થઈ જઈશ, અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકીશ નહીં.” તરત જ એલિમાસને તેની આંખો જાણે ગાઢા ધૂમ્મસથી છવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો, અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમતેમ ફરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.” પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 13:11
18 Iomraidhean Croise  

અને ઘરના બારણા પાસે જે હતા, તે નાના મોટા સર્વને તેઓએ આંધળા કરી નાખ્યા; માટે તેઓ બારણું શોધતા શોધતાં થાકી ગયા.


હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, “મારી છાવણી ફલાણી ફલાણી જગાએ થશે.”


હે મારા મિત્રો, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.


કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ [જાણે કે] ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)


કેમ કે તમારાં બાણ મને વાગ્યાં છે, તમારો હાથ મને જોરથી દાબે છે.


તો જો, ખેતરમાંનાં તારાં પશુઓ ઉપર, એટલે ઘોડાં ઉપર તથા ગધેડાં ઉપર તથા ઊંટો ઉપર તથા ઢોરઢાંક ઉપર તથા ઘેટાંબકરં ઉપર યહોવાનો હાથ આવ્યો જાણજે; બહુ ભારે મરકી [આવશે].


કેમ કે યહોવાએ ભર ઊંઘનો આત્મા તમારી પર રેડયો છે, ને તમારી આંખો (એટલે પ્રબોધકો) બંધ કરી છે, ને તમારાં શિર (એટલે દષ્ટાઓ) ઢાંકયાં છે.


ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.”


ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.”


કેમ કે હે ભાઈઓ, (તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે) વિદેશીઓની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિષે તમે અજાણ્યા રહો, એવી મારી ઇચ્છા નથી.


જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ ભયંકર છે.


તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે.


માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો કે, તે અમારો તથા અમારા લોકોનો સંહાર કરે નહિ.” કેમ કે આખા નગરમાં ભારે ઘાણ વાળ્યો હતો. ઈશ્વરનો હાથ ત્યાં ઘણો આકરો હતો.


તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.


Lean sinn:

Sanasan


Sanasan