પ્રે.કૃ. 12:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો, અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, “જલ્દી ઊઠ.” ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 એકાએક પ્રભુનો એક દૂત ત્યાં આવીને ઊભો રહ્યો. દૂતે પિતરને પડખામાં મારીને જગાડયો અને કહ્યું, “જલદી ઊઠ!” પિતરના હાથ પરની સાંકળો તરત જ નીકળી પડી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 એકાએક, ત્યાં, પ્રભુનો દૂત આવીને ઊભો. ઓરડામાં પ્રકશ પથરાયો. દૂતે પિતરને કૂંખે સ્પર્શ કર્યો અને તેને જગાડ્યો. તે દૂતે કહ્યું, “ઉતાવળ કર, ઊભો થા!” સાંકળો પિતરના હાથમાંથી નીચે પડી. Faic an caibideil |
ત્યારે નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરને ધન્ય હો કે, જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને, જેઓ તેમના પર ભરોસો રાખતા હતા, તથા જેઓએ રાજાનું વચન નિષ્ફળ કર્યું છે, તથા પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાનાં શરીરોનું અર્પણ કર્યું છે, તેઓને છોડાવ્યા છે.