Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 12:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો, અને તેની ચોકી રાખવા માટે ચચ્ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને સોંપ્યો, અને પાસ્ખા [પર્વ] પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પિતરની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં ચાર ચાર સૈનિકોનાં ચાર જૂથના ચોકીપહેરા નીચે તેને રાખવામાં આવ્યો. પાસ્ખાપર્વ પૂરું થાય પછી તેનો કેસ જાહેરમાં ચલાવવાની હેરોદે યોજના ઘડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો. 16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 12:4
22 Iomraidhean Croise  

કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા, “એક જ દિવસે, બારમા માસની, એટલે અદાર માસની તેરમી તારીખે, સર્વ યહૂદીઓનો, જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કતલ કરીને તેમને મારી નાખવાં, અને તેઓની માલમિલકત લૂટી લેવી.”


અને મિસર દેશમાં યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


યહોવાની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?


ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.


પણ તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોમાં ગડબડ થાય.”


હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું. અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો, એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ શોધ કરતા હતા.


પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.


તેણે તેમને કહ્યું, “પ્રભુ, હું તમારી સાથે બંદીખાનામાં જવાને તથા મરવાને પણ તૈયાર છું.”


હવે સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડયા પછી તેમનાં વસ્‍ત્ર લઈ લીધાં, અને એના ચાર ભાગ પાડયા, દરેક સિપાઈને માટે એક. અને ઝભ્ભો પણ લીધો. હવે તે ઝભ્ભો સીવણ વગરનો, ઉપરથી આખો વણેલો હતો.


હું તને ખચીત ખચીત કહું છું કે, જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો. પણ જ્યારે તું ઘરડો થશે, ત્યારે તું તારા હાથ લાંબા કરશે, અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહિ ચાહતો હોય ત્યાં તને લઈ જશે.”


યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિતરને પણ પકડ્યો. તે બેખમીર રોટલીના [પર્વના] દિવસ હતા.


તેથી તેણે પિતરને બંદીખાનામાં રાખ્યો; પણ મંડળી તેને માટે આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરતી હતી.


જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.


તેઓએ તેમના પર હાથ નાખ્યા, અને તે સમયે સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા.


અને પ્રેરિતો ઉપર હાથ નાખીને તેઓએ તેમને બંદીખાનામાં પૂર્યા.


પણ શાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો, એટલે ઘેરઘેરથી પુરુષો તથા સ્‍ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan