Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 12:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ તેણે છાનાં રહેવાને તેઓને હાથથી ઇશારો કર્યો; અને પ્રભુ તેને શી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું. તેણે કહ્યું, “એ સમાચાર યાકૂબને તથા [બીજા] ભાઈઓને પહોંચાડજો.” પછી તે બીજી જગાએ ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેણે પોતાના હાથથી ઈશારો કરી તેમને શાંત રહેવા જણાવ્યું, અને પ્રભુ તેને કેવી રીતે જેલમાંથી બહાર કાઢી લાવ્યા તે કહી સંભળાવ્યું. “યાકોબ અને બાકીના સૌ ભાઈઓને આ વાત કહેજો,” એમ કહીને તે ત્યાંથી બીજે ક્યાંક જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 12:17
28 Iomraidhean Croise  

તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.


હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ સાંભળો, એટલે તેમણે મારા આત્માને માટે જે જે કર્યું છે, તે હું કહી સંભળાવીશ.


અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજે નાસી જાઓ, કેમ કે હું તમને ખચીત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલના સઘળાં નગરોમાં તમે ફરી વળશો નહિ.


શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.


તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા. તે તેઓને ઇશારો કરતો હતો, ને મૂંગો રહ્યો.


પછી યર્દનને પેલે પાર, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, તે સ્થળે તે પાછા ગયા, અને ત્યાં રહ્યા.


તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યા નહિ, પણ ત્યારથી અરણ્યની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા; અને પોતાના શિષ્યો સાથે‍ ત્યાં રહ્યા.


માટે સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, “તે કોના વિષે કહે છે, તે [અમને] કહે.”


એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.


ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિમાંથી બહાર નીકળી ગયા.


તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો ભેગાં હતાં) પિતરે ઊભા થઈને કહ્યું,


પણ પિતરે ખટખટાવ્યા કર્યું. જ્યારે તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યાં.


સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણો ગડબડાટ થઈ રહ્યો કે પિતરનું શું થયું હશે!


ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથે ઇશારો કરીને બોલ્યો, “ઓ ઇઝરાયલી માણસો, તથા તમે ઈશ્વરનું ભય રાખનારાઓ, સાંભળો.


તેઓ બોલી રહ્યા પછી યાકૂબે કહ્યું, “ભાઈઓ, મારું સાંભળો,


તેઓ બંદીખાનામાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા. અને ભાઈઓને મળીને તેઓએ તેમને દિલાસો આપ્યો, અને ત્યાંથી વિદાય થયા.


યહૂદીઓ એલેકઝાંડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા. ત્યારે એલેકઝાંડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો.


બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ત્યાં ગયો. ત્યાં બધા વડીલો હાજર હતા.


તેણે તેને રજા આપી. ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો. અને તેઓ પૂરેપૂરા છાના રહ્યા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલીને કહ્યું,


અમારા વિષે સાંભળીને ભાઈઓ ત્યાંથી આપ્પિયસ બજાર તથા ત્રણ ધર્મશાળા સુધી અમને સામા મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરની સ્તુતિ કરી, અને હિંમત રાખી.


ત્યાર પછી તેમણે યાકૂબને દર્શન આપ્યું. પછી સર્વ પ્રેરિતોને [દર્શન આપ્યું].


પણ પ્રભુના ભાઈ યાકૂબ સિવાય પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ.


કારણ કે યાકૂબની પાસેથી કેટલાકના આવ્યાં પહેલાં, તે વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે સુન્‍નતીઓથી બીને તે પાછો હઠયો અને [તેઓથી] અલગ રહ્યો.


અને જયારે તેઓએ મને કૃપા પ્રાપ્ત થયેલી જોઈ, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ [મંડળીના] થંભ જેવા ગણાતાં હતાં, તે દરેકે મારો તથા બાર્નાબાસનો [પ્રેરિત તરીકે] સત્કાર કર્યો. જેથી અમે વિદેશીઓની પાસે જઈએ, અને તેઓ સુન્‍નતીઓની પાસે જાય.


વિખેરાઈ ગયેલાં બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ.


Lean sinn:

Sanasan


Sanasan