પ્રે.કૃ. 11:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા] થી સૂચવ્યું, “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” અને કલોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 તેમનામાંથી આગાબાસે ઊભા થઈને પવિત્ર આત્માથી પ્રેરાઈને આગાહી કરી કે સમગ્ર પૃથ્વી પર મોટો દુકાળ પડશે. (સમ્રાટ કલોડીયસના સમયમાં એ દુકાળ પડયો.) Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું. Faic an caibideilપવિત્ર બાઈબલ28 આમાંના એક પ્રબોધકનું નામ આગાબાસ હતું. અંત્યોખમાં આગાબાસ ઊભો થયો અને બોલ્યો. પવિત્ર આત્માની સહાયથી તેણે કહ્યું, “આખા વિશ્વ માટે ઘણો ખરાબ સમય આવી રહ્યો છે. ત્યાં લોકોને ખાવા માટે ખોરાક મળશે નહિ.” (આ સમયે જ્યારે કલોદિયસ બાદશાહ હતો ત્યારે દુકાળ પડ્યો હતો.) Faic an caibideil |