Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 11:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓના સાંભળવામાં આવ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરની વાતનો અંગીકાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રેષિતો અને સમગ્ર યહૂદિયામાંના ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદીઓએ પણ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહૂદિયાના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદિઓએ પણ દેવની વાતોનો સ્વીકાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 11:1
34 Iomraidhean Croise  

શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય, અને અરણ્ય ફળવંત વાડી થાય, ને ફળવંત વાડી વન સમાન ગણાય [ત્યાં સુધી એમ થશે.]


જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે; તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.


“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;


તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”


યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.


પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે.


વિદેશીઓ તારા ન્યાયીપણાને તથા સર્વ રાજાઓ તારા ગૌરવને જોશે; અને યહોવાનું મોં જે નામ ઠરાવી આપશે તે નવું નામ તને આપવામાં આવશે.


હે યહોવા, સંકટને સમયે મારા સામર્થ્ય, મારા ગઢ, તથા મારા આશ્રય, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તમારી પાસે આવીને કહેશે, “અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે.


હું મારે માટે તેને દેશમાં રોપીશ; જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ. અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ, ‘તમે મારી પ્રજા છો;’ અને તેઓ કહેશે, ‘ [તમે] અમારા ઈશ્વર [છો.] ”’


ત્યારે યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે કે, જે મનુષ્યને માટે થોભતાં નથી.


યહોવા તેમને ભયંકર થઈ પડશે, કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોનો ક્ષય કરશે. માણસો પોતપોતાને સ્થાનેથી, હા, સર્વ દ્વીપોની પ્રજાઓ તેમને ભજશે.


કેમ કે તે વખતે હું પ્રજાઓને શુદ્ધ કોઠો આપીશ, જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એકમતે તેમની સેવા કરે.


તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું,


અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ને ઇબ્રાહિમની અને ઇસહાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે.


તેઓએ કબરમાં પેસીને સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો; તેથી તેઓને નવાઈ લાગી.


વિદેશીઓને પ્રકાશ આપવા માટે, તથા તમારા ઇઝરાયલી લોકોનો મહિમા થવા માટે તે પ્રકાશરૂપ છે.


તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો ભેગાં હતાં) પિતરે ઊભા થઈને કહ્યું,


ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી.


તેઓએ ત્યાં આવીને મંડળીને એકત્ર કરીને જે જે કામ ઈશ્વરે તેઓની મારફતે કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને માટે વિશ્વાસનું બારણું ઉઘાડ્યું હતું તે બધું કહી સંભળાવ્યું.


એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો.


અમારા વિષે સાંભળીને ભાઈઓ ત્યાંથી આપ્પિયસ બજાર તથા ત્રણ ધર્મશાળા સુધી અમને સામા મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરની સ્તુતિ કરી, અને હિંમત રાખી.


Lean sinn:

Sanasan


Sanasan