Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 10:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને પરોણા રાખ્યા. બીજે દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પિતરે એ માણસોને ઘરમાં બોલાવ્યા, અને ત્યાં તેમને રાતવાસો રાખ્યા. બીજે દિવસે તે તૈયાર થઈને તેમની સાથે ગયો; અને જોપ્પાના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને મહેમાન તરીકે ઘરમાં રાખ્યા. બીજા દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંનાં કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું. બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 10:23
16 Iomraidhean Croise  

જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો ભેગાં હતાં) પિતરે ઊભા થઈને કહ્યું,


તેથી જ જ્યારે મને તેડવામાં આવ્યો, ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો, માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને તેડાવ્યો છે?”


માટે મેં તરત તમને તેડાવ્યા. અને તમે આવ્યા તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે, તે સર્વ સાંભળવા માટે અમે બધા અહીં ઈશ્વરની સમક્ષ હાજર થયા છીએ.”


ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઈને] સુન્‍નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા.


[પવિત્ર] આત્માએ મને ક્હ્યું, ‘કંઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓની સાથે જા.’ આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે માણસના ઘરમાં ગયા.


અમારા વિષે સાંભળીને ભાઈઓ ત્યાંથી આપ્પિયસ બજાર તથા ત્રણ ધર્મશાળા સુધી અમને સામા મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરની સ્તુતિ કરી, અને હિંમત રાખી.


હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.


હવે લુદા જોપ્પા પાસે હતું, તેથી પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસને તેની પાસે મોકલીને એવી આજીજી કરી, “અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહિ.”


આખા જોપ્પામાં એ વાતની ખબર પડી, એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.


માત્ર પ્રભુની જ નજરમાં નહિ, પરંતુ માણસની નજરમાં પણ જે યોગ્ય છે, તે વિષે કાળજી રાખીએ છીએ.


પરોણાગત કરવાનું ભૂલો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે.


જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો.


Lean sinn:

Sanasan


Sanasan