Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ‘ઇટાલિયન’ નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સૂબેદાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 10:1
19 Iomraidhean Croise  

ત્યાર પછી હાકેમના સિપાઈઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેમની આસપાસ એકઠી કરી.


ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


સિપાઈઓ તેમને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી.


એક સૂબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંદો પડીને મરવાની અણી પર હતો


ત્યારે [રોમન] સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાઈઓએ ઈસુને પકડયા અને તેમને બાંધીને


ત્યારે યહૂદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે.


બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા. [તે વખતે] કર્નેલ્યસ પોતાનાં સગાંને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની વાટ જોતો હતો.


તેઓ તેને મારી નાખવાની પેરવીમાં હતા, એટલામાં પલટણના સરદારને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.


બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારિયા આવ્યા. અને સુવાર્તિક ફિલિપ જે સાત [સેવકો] માંનો એક હતો તેને ઘેર જઈને તેની સાથે રહ્યા.


તેઓએ તેને વાધરીઓથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું, “જે માણસ રોમન છે અને જેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા એ શું કાયદેસર છે?”


પછી તેણે બે સૂબેદારને પોતાની પાસે બોલાવીને કહ્યું, “બસો સિપાઈઓને, સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાઓને, રાતના નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;


કાઈસારિયા પહોંચ્યા પછી તેઓએ હાકેમને પત્ર આપ્યો, અને પાઉલને પણ તેની આગળ રજૂ કર્યો.


હવે ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો.


કેટલાક દિવસ વીત્યા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં, અને ફેસ્તસની મુલાકાત લીધી.


અમારે જળમાર્ગે ઇટાલી ઊપડી જવું એવો ઠરાવ થયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક બંદીવાનોને પાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.


ત્યારે પાઉલે સૂબેદારને તથા સિપાઈઓને કહ્યું, “જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.”


પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેમને તેમની ધારણા અમલમાં લાવતાં અટકાવ્યા. અને આજ્ઞા કરી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ કૂદી પડીને પહેલા કિનારે જવું.


પણ ફિલિપ આશ્દોદમાં જોવામાં આવ્યો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંનાં સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.


Lean sinn:

Sanasan


Sanasan