Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછયું, “પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રેષિતો ઈસુ સાથે એકત્ર થયા હતા ત્યારે તેમણે તેમને પૂછયું, “પ્રભુ, તમે ઇઝરાયલના રાજ્યની પુન:સ્થાપના અત્યારે જ કરવાના છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:6
23 Iomraidhean Croise  

શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે.


તો જ હું યાકૂબના તથા મારા સેવક દાઉદના સંતાનનો એટલે સુધી ત્યાગ કરીશ કે હું તેના સંતાનમાંથી ઇબ્રાહીમ, ઇસહાક તથા યાકૂબના સંતાન પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહી, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેમના પર દયા કરીશ.”


રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે.’


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


તે દિવસે દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, ને તેની તૂટફાટો પૂરી દઈશ. હું તેનાં ખંડિયેરોની મરામત કરીશ, ને હું તેને પ્રાચીન કાળમાં [હતો] તેવો બાંધીશ.


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


અને ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “એલિયા આવે છે ખરો, ને બધું બરાબર કરશે.


અને તેમણે તેને કહ્યું, “તું શું માગે છે?” તે તેમને કહે છે, “આ મારા બે દીકરા તમારા રાજ્યમાં એક તમારે જમણે હાથે ને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”


પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, “એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”


અને તેમણે તેઓને કહ્યું, “એલિયા પહેલાં આવીને સર્વને સુધારે છે ખરો; અને માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુ:ખ સહેવું ને તુચ્છકાર પામવો?


ફરોશીઓએ તેમને પૂછ્યું, “ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?” ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “ઈશ્વરનું રાજ્ય દશ્ય રીતે નથી આવતું.


તેઓ આ વાતો સાંભળતા હતા, ત્યારે તેમણે એક દ્દષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, “ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.”


જેમ મારા પિતાએ મને [રાજ્ય] ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.


તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે, “પ્રભુ, એ માણસનું શું થશે?”


Lean sinn:

Sanasan


Sanasan