Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 “ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને રસ્તો બતાવનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્‍ત્રવચન પૂર્ણ થવાની અગત્ય હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 “મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16-17 “ભાઈઓ, શાસ્ત્રવચનોમાં પવિત્ર આત્માએ દાઉદ દ્ધારા કહ્યું કે કંઈક થવાની જરુંર છે. તે આપણા સમૂહમાનાં એક યહૂદા વિષે કહેતો હતો. યહૂદા આપણી સાથે સેવામાં ભાગીદાર હતો. આત્માએ કહ્યું કે ઈસુને પકડવા માટે યહૂદા માણસોને દોરશે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:16
38 Iomraidhean Croise  

“યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો, અને તેમનું વચન મારી જીભ પર હતું.


યહોવાનું જે વચન તેમણે યેહૂને કહ્યું હતું, “તારી ચોથી પેઢી સુધી તારા પુત્રો ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે” તે જ એ હતું. અને તે જ પ્રમાણે થયું.


હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.


ત્યારે યહૂદા ઈશકારિયોત નામે તે બારમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને


અને તે હજી બોલતા હતા એટલામાં જુઓ, બારમાંનો એક, એટલે યહૂદા, આવ્યો. અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા.


તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?”


પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’


તે બોલતા હતા તે જ પળે બારમાંનો એક એટલે યહૂદા, ને તેની સાથે મુખ્ય યાજકોની તથા શાસ્‍ત્રીઓની તથા વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો અને સોટા લઈને પાસે આવે છે.


તે હજી બોલતા હતા એટલામાં તો ઘણા લોકો આવ્યા, અને યહૂદા કરીને બારમાંનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા માટે તેમની પાસે આવ્યો.


જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (અને શાસ્‍ત્રનો ભંગ થતો નથી),


આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ ‘જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ [શાસ્‍ત્ર] લેખ પૂરો થવા માટે [એમ થવું જોઈએ.]


હું તેઓની સાથે હતો‍ ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને શાસ્‍ત્રવચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી.


કેમ કે ‘તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.’ એ શાસ્‍ત્રવચન પૂર્ણ થવા માટે એમ બન્યું.


કેમ કે ગીતશાસ્‍ત્રમાં લખેલું છે, “તેની રહેવાની જગા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે, ” અને “તેનું અધ્યક્ષપદ બીજો લે.”


નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો [નાં વચનો] નું વાચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહાવી મોકલ્યું, “ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.”


એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે.


તેઓ બોલી રહ્યા પછી યાકૂબે કહ્યું, “ભાઈઓ, મારું સાંભળો,


ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને [ઠરાવ્યું] કે, મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે.


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, “ભાઈઓ, અમે શું કરીએ?”


“ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છું તે સાંભળો.”


ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એકીનજરે જોઈ રહીને કહ્યું, “ભાઈઓ, હું આજ દિન સુધી ઈશ્વરની સમક્ષ શુદ્ધ અંત:કરણથી વર્ત્યો છું.”


પછી પાઉલે જોયું કે એક ભાગ સાદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, મારા પૂર્વજો ફરોશી હતા. અને [ઇઝરાયલની] આશા તથા મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.”


ત્રણ દિવસ પછી [પાઉલે] યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને એકત્ર કર્યા; અને તેઓ એકત્ર થયા ત્યારે તેણે તેઓને કહ્યું, “ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તોપણ યરુશાલેમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે.


તેઓ બધા એક મતના ન થયાથી ચાલ્યા ગયા. પણ તે પહેલાં પાઉલે તેઓને એક વાત કહી, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધકદ્વારા તમારા પૂર્વજોને વાજબી કહ્યું કે,


[સ્તેફને] કહ્યું, “ભાઈઓ, તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને


તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તનાં દુ:ખ તથા તે પછીના મહિમા વિષે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતાં હતાં.


કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.


કારણ કે એક વાર ન્યાયીપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.


Lean sinn:

Sanasan


Sanasan