Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 1:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યાં આવ્યા પછી જે મેડી [પર] તેઓ રહેતા, ત્યાં તેઓ ઉપર ગયા; એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ તથા થોમા, બાર્થોલ્મી તથા માથ્થી, અલ્ફીનો [દીકરો] યાકૂબ તથા સિમોન ઝલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેઓ યરુશાલેમમાં પ્રવેશ્યા અને જ્યાં પિતર, યોહાન, યાકોબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો પુત્ર યાકોબ, સિમોન ધર્માવેશી અને યાકોબનો પુત્ર યહૂદા રહેતા હતા તે ઓરડા ઉપર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા. એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝેલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 1:13
45 Iomraidhean Croise  

અને ઈસુએ ત્યાં થઈને જતાં માથ્થી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો જોયો. અને તેમણે તેને કહ્યું, “તું મારી પાછળ આવ.”‍ત્યારે માથ્થી ઊઠીને તેમની પાછળ ગયો.


અને તે તમને એક મોટી મેડી શણગારેલી ને તૈયાર કરેલી બતાવશે; ત્યાં આપણે માટે તૈયારી કરેલી બતાવશે; ત્યાં આપણે માટે તૈયારી કરો.”


તે પોતાની સાથે પિતર, યાકૂબ અને યોહાનને લઈ જાય છે, અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.


અને રસ્તે જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને દાણની ચોકી પર બેઠેલો જોયો; અને તે તેને કહે છે, “મારી પાછળ ચાલ.” અને તે ઊઠીને તેમની પાછળ ચાલ્યો.


અને પિતર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધા.


અને છ દિવસ પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે; અને તેઓની આગળ તેમનું રૂપાંતર થયું.


તે તમને સરસામાનસહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો.”


ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્યબંધુઓને કહ્યું કે, “આપણે પણ જઈએ, અને તેની સાથે મરી જઈએ.”


યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો, તે તેમને પૂછે છે કે, “પ્રભુ તમે અમારી આગળ પોતાને પ્રગટ કરશો, અને જગતની આગળ નહિ, એનું શું કારણ છે?”


ત્યારે તે દરવાજો સાચવનારી દાસી પિતરને પૂછે છે, “શું તું પણ એ માણસના શિષ્યોમાંનો છે?” તે કહે છે કે, “હું નથી.”


સિમોન પિતર, થોમા (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નાથાનાએલ, ઝબદીના દીકરા, તથા તેમના શિષ્યોમાંના બીજા બે, એકત્ર થયા હતા.


પણ તેણે છાનાં રહેવાને તેઓને હાથથી ઇશારો કર્યો; અને પ્રભુ તેને શી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું. તેણે કહ્યું, “એ સમાચાર યાકૂબને તથા [બીજા] ભાઈઓને પહોંચાડજો.” પછી તે બીજી જગાએ ચાલ્યો ગયો.


તેઓ બોલી રહ્યા પછી યાકૂબે કહ્યું, “ભાઈઓ, મારું સાંભળો,


ત્યારે અગિયાર સાથે પિતરે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું, “યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો, અને મારી વાતોને કાન દો.


ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.


જે મેડી પર અમે એક્ત્ર થયા હતા ત્યાં ઘણા દીવા [બળતા] હતા.


ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.


પણ પિતર તથા યોહાને ઉત્તર આપ્યો, “ઈશ્વરના કરતાં તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો.


ત્યાર પછી તેમણે યાકૂબને દર્શન આપ્યું. પછી સર્વ પ્રેરિતોને [દર્શન આપ્યું].


પણ પ્રભુના ભાઈ યાકૂબ સિવાય પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ.


અને જયારે તેઓએ મને કૃપા પ્રાપ્ત થયેલી જોઈ, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ [મંડળીના] થંભ જેવા ગણાતાં હતાં, તે દરેકે મારો તથા બાર્નાબાસનો [પ્રેરિત તરીકે] સત્કાર કર્યો. જેથી અમે વિદેશીઓની પાસે જઈએ, અને તેઓ સુન્‍નતીઓની પાસે જાય.


વિખેરાઈ ગયેલાં બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ.


પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકો પ્રતિ લખનાર વડીલ:


ઈશ્વરપિતાને વહાલા તથા ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા અને તેડવામાં આવેલાઓ પ્રતિ લખનાર, ઈસુ ખ્રિસ્તનો સેવક, યાકૂબનો ભાઈ યહૂદા :


Lean sinn:

Sanasan


Sanasan