Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એકલો લૂ. મારી સાથે છે. માર્કને તારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 એકલો લૂક. મારી સાથે છે. માર્કને તારી સાથે લેતો આવજે, કારણ, તે મને મદદરૂપ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હવે મારી સાથે ફક્ત લૂક જ રહ્યો છે. માર્કને શોધી કાઢજે અને તું આવે ત્યારે એને તારી સાથે લેતો આવજે. અહીંના મારા કાર્યમાં તે મને મદદ કરી શકે એવો છે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 4:11
15 Iomraidhean Croise  

“તેઓના પાછા હઠવાથી [તેઓ પર જે અપત્તિ આવી છે તેથી] હું તેમને મુક્ત કરીશ, હું ઉદારપણાથી તેમના પર પ્રેમ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે.


પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે; અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે,


એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.


જુઓ, [કેટલાક] જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે, અને [કેટલાક] જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે.”


પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમને ઘેર આવ્યો; ત્યાં ઘણાં માણસો એકત્ર થઈને પ્રાર્થના કરતાં હતાં.


બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.


યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાની બાર્નાબાસની ઇચ્છા હતી.


ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા, અને બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.


તેને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા માટે ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયા જવાની તૈયારી કરી.


મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક (જેને વિષે તમને આજ્ઞા મળી છે, તે જો તમારી પાસે આવે તો તેનો અંગીકાર કરજો),


વહાલો વૈદ લૂ. તથા દેમાસ તમને ક્ષેમકુશળ કહે છે.


તને માલૂમ છે કે, આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.


એ માટે જો કોઈ પાછલાંથી પોતાને [દૂર રાખીને] શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, ‍ સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.


મારા‍ સાથી કામ કરનાર માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, [એ સર્વ] તને ક્ષેમકુશળ કહે છે.


બેબિલોનમાંની [મંડળી] જેને તમારી સાથે પસંદ કરવામાં આવેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan