Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 4:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ, ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની [આણ દઈને] હું તને આગ્રહપૂર્વક કહું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે ખ્રિસ્ત ઈસુ કે જે જલ્દી રાજ કરવા આવશે, ત્યારે જેઓ હજી જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓનો ન્યાય કરશે. અને ખ્રિસ્ત ઈસુને ઈશ્વર મને જોવે છે જયારે હું તને આ આજ્ઞા આપું છું કે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દેવ તથા ઈસુ ખ્રિસ્ત સમક્ષ હું તને આદેશ આપું છું કે મરણ પામેલા તેમજ જીવતા લોકોનો એક માત્ર એવો ખ્રિસ્ત ઈસુ ન્યાય કરશે. ઈસુનું રાજ્ય છે, અને તે ફરીથી આવી રહ્યો છે. તેથી હું તને આ આદેશ આપું છું:

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 4:1
35 Iomraidhean Croise  

આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. (સેલાહ)


કેમ કે તે આવે છે; તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે યથાર્થપણે જગતનો, અને તેમની સત્યતાએ લોકોનો ન્યાય કરશે.


તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ જગતનો, અને યથાર્થપણાએ લોકોનો, ન્યાય કરશે.


કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે.


માટે તેમણે કહ્યું, “એક કુલીન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવા [નો ઇરાદો રાખીને] દૂર દેશ ગયો.


તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને તેણે પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા તે તે જાણે.


તેણે કહ્યું, “હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો.”


તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વરે એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ ઠરાવેલા છે.


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે માણસોનાં ગુપ્ત કામોનો ન્યાય ચૂકવશે, તે દિવસે [એમ થશે].


ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જ્યારે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.


ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે.


ઈશ્વર તથા ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા દૂતોની સમક્ષ હું તને આજ્ઞા કરું છું. કે, મારુંતારું ન કરતાં નિષ્પક્ષપાતપણે આ આજ્ઞાઓનો અમલ કરજે.


પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેમણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.


તું આ વાતોનું તેઓને સ્‍મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.


પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહીસલામત રાખશે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.


અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


જીવતાંઓનો તથા મૂએલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે.


જ્યારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે.


કારણ કે એમ [કરવાથી] તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.


કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ, “એ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્‍ન છું.” ત્યારે ઈશ્વર પિતા તરફથી તે માન તથા મહિમા પામ્યા.


હવે, બાળકો, તેમનામાં રહો, જેથી જો તે પ્રગટ થાય, તો આપણામાં હિંમત આવે, ને તેમના આગમનને વખતે તેમની રૂબરૂ આપણે શરમાઈએ નહિ.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


Lean sinn:

Sanasan


Sanasan