Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દરેક શાસ્‍ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દરેક શાસ્ત્રવચન ઈશ્વરનાં આત્મા તરફથી આવ્યું છે, માટે આપણે તેને એ રીતે વાંચીએ કે જેથી ઈશ્વરના વિશેનું સત્ય શીખવી શકીએ. વળી આપણે તેને એવી રીતે વાંચવું કે આપણે લોકોને સમજાવી શકીએ કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે. જયારે લોકો પાપ કરે ત્યારે તેમને સુધારે. તેમ જ લોકો ને એ પણ શીખવે કે ભલું કેવી રીતે કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 3:16
43 Iomraidhean Croise  

“યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો, અને તેમનું વચન મારી જીભ પર હતું.


વળી બોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો, ને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ, ને તેઓની તૃષા છિપાવવા માટે તેઓને પાણી આપ્યું.


હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.


તમારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે તે ભોળાને સમજણ આપે છે.


જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.


માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.


જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.


કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;


હે યાકૂબના વંશજો, શું એવું કહેવાશે કે, યહોવાનો આત્મા સંકોચાયો છે? શું આ તેમનાં કામ છે? શું સદાચારીને માટે મારા વચનો હિતકારક નથી?”


પ્રભુનું કહ્યું તેણે માન્યું નહિ. તેણે શિખામણ માની નહિ. તેણે યહોવા ઉપર વિશ્વાસ રાખ્યો નહિ. તે પોતાના ઈશ્વરની પાસે આવી નહિ.


ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”


ઈસુ તેઓને કહે છે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો: એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્વર્યકારક છે, એ શું તમે શાસ્‍ત્રમાં કદી નથી વાંચ્યું?


તે તેઓને કહે છે, “તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે?


તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?”


પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


ઈસુએ તેઓને કહ્યું, “શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે, તમે ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી?


કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’


જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (અને શાસ્‍ત્રનો ભંગ થતો નથી),


કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી.


“ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને રસ્તો બતાવનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્‍ત્રવચન પૂર્ણ થવાની અગત્ય હતી.


એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું. અને ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો,


વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.


કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.


તેઓ બધા એક મતના ન થયાથી ચાલ્યા ગયા. પણ તે પહેલાં પાઉલે તેઓને એક વાત કહી, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધકદ્વારા તમારા પૂર્વજોને વાજબી કહ્યું કે,


કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ [મળવા] ને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્‍ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.


તથા બુદ્ધિહીનોનો શિક્ષક, તથા બાળકોનો ગુરુ છું, અને જ્ઞાનનું તથા સત્યનું સ્વરૂપ નિયમશાસ્‍ત્રમાં મને પ્રાપ્ત થયું છે!


સર્વ પ્રકારે બહુ [લાભ] છે: પ્રથમ તો એ છે કે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.


હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, એ માત્ર તેને માટે જ લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે.


પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.


વળી ઈશ્વર વિશ્વાસથી વિદેશીઓને ન્યાયી ઠરાવશે, એ અગાઉથી જાણીને પવિત્રશાસ્‍ત્રે ઇબ્રાહિમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી, “તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે.”


મર્મો યહોવા આપણા ઈશ્વરના છે. પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે કે, આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.


તે તને બોધ આપે તે માટે તેમણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવીલ અને પૃથ્વી પર તેમણે તને મોટી આગ દેખાડી, અને તેં તેમના શબ્દો અગ્નિ મધ્યેથી સાંભળ્યા.


ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચને ઈશ્વર તેઓને પસ્તાવો [કરવાની બુદ્ધિ] આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદશ્ય વસ્તુઓની સાબિતી છે.


એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “જો તમે આજ ઈશ્વરની વાણી સાંભળો,


કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે,


Lean sinn:

Sanasan


Sanasan