Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 3:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જો કે ખ્રિસ્ત ઈસુના અનુયાયી હોવાને લીધે ભક્તિમય જીવન જીવનારાઓની સતાવણી તો થવાની જ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વની સતાવણી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 દરેક વ્યક્તિ દેવની ઈચ્છા મુજબ ખ્રિસ્ત ઈસુમાં જીવન સમર્પિત કરી જીવવાનો પ્રયત્ન કરશે તે દરેક વ્યક્તિની સતાવણી કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 3:12
32 Iomraidhean Croise  

પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ‍ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.


એ માટે, જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્‍ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાએકને મારી નાખશો, ને વધસ્તંભે જડશો, ને તેઓમાંના કેટલાએકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગરેનગર તેઓની પાછળ લાગશો;


તે હમણાં આ સમયે સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સહિત, તથા આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર‍‍‍ રહેશે નહિ.


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


તમારું વચન મેં તેઓને આપ્યું છે. અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી.


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય, તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


સતાવણી પામ્યા છતાં તજાયેલાં નથી. નીચે પટકાયેલા છતાં નાશ પામેલાં નથી.


રાજાઓને માટે તેમ જ સર્વ અધિકારીઓને માટે [પણ]. જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે, શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


જે કોઈ જુદો ઉપદેશ કરે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનોને તથા ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરતો નથી,


સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તિતસ પ્રતિ લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,


તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે, અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું.


અને યૂસફપુત્રોએ યહોશુઆને એમ કહ્યું, “આજ સુધી યહોવાએ મને આશિષ આપી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો વતન માટે એક જ હિસ્‍સો તથા એક જ વાંટો તેં મને કેમ આપ્યો છે?”


પણ જો તમે, ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમને ધન્ય છે. તેઓની ધમકીથી બીહો નહિ, અને ગભરાઓ પણ નહિ.


તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


તેને મેં કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો.” તેણે મને કહ્યં, “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan