Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 2:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 એ માટે જો કોઈ પાછલાંથી પોતાને [દૂર રાખીને] શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, ‍ સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 જો કોઈ વ્યક્તિ પોતાને બધી ભૂંડી બાબતોથી શુદ્ધ રાખે તો તેનો ખાસ હેતુને માટે ઉપયોગ કરવામાં આવશે. કારણ, તેણે તેના માલિકને પોતાનું સ્વાર્પણ કરેલું છે અને તે તેને ઉપયોગી છે. વળી, સર્વ સારાં કાર્ય કરવાને માટે તે તૈયાર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 એ માટે જો કોઈ તેઓથી (હલકાં કાર્યોથી) પોતાને (દૂર રાખીને) શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જો કોઇ વ્યક્તિ આ બધા જ દુષ્ટ કર્મોથી સ્વચ્છ બનશે તો ખાસ હેતુસર એ વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવશે. એ વ્યક્તિને પવિત્ર બનાવવામાં આવશે, અને સ્વામી તેનો ઉપયોગ કરી શકશે. કોઇ પણ સારું કામ કરવા એ વ્યક્તિ તૈયાર થશે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 2:21
21 Iomraidhean Croise  

જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.


તારા પર હું મારો હાથ ઉગામીશ, અને જેમ ક્ષારથી [મેલ કપાય છે તેમ] તારો મેલ કાઢીશ, તારામાંથી બધો ભેગ હું દૂર કરીશ.


જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


તે માટે યહોવા કહે છે, “જો તું ફરીશ તો હું તને પાછો લાવીશ, અને મારી આગળ તું ઊભો રહીશ; અને જો તું હલકામાંથી મૂલ્યવાન જુદા પાડીશ, તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે, પણ તું તેઓની તરફ ફરીશ નહિ.


તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે, ને તે લેવીના પુત્રોને શુદ્ધ કરીને ચોખ્ખા સોનારૂપા જેવા કરશે; અને તેઓ યહોવાને ન્યાયીપણાથી અર્પણો ચઢાવશે.


પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ [આપણી વતી] આપવામાં આવ્યું છે.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


વળી ઈશ્વર તમારા પર સર્વ [પ્રકારની] પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશાં તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામોની વૃદ્ધિ કરતા રહો.


કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


પણ અધર્મી અને ખાલી વાદવિવાદથી અલગ રહે. કેમ કે એવું કરનારા વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,


પણ મોટા ઘરમાં માત્ર સોનારૂપાનાં જ નહિ, પણ લાકડાનાં તથા માટીનાં પાત્રો પણ હોય છે. તેઓમાંનાં કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે.


જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.


એકલો લૂ. મારી સાથે છે. માર્કને તારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે.


તેઓએ રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા, અને સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું, એવું તેઓના સ્મરણમાં લાવ.


વળી આપણા લોકો નિરુપયોગી ન થાય, માટે તેઓ જરૂરના ખર્ચને માટે સારા ધંધારોજગાર કરવાનું શીખે.


એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે.


તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો.


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


અને જે તેમના પર એવી આશા રાખે છે, તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan