Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 2:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ અધર્મી અને ખાલી વાદવિવાદથી અલગ રહે. કેમ કે એવું કરનારા વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 અધર્મી અને મૂર્ખ ચર્ચાઓથી દૂર રહે, કારણ, એવા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દેવ તરફથી જે બાબતો કદી આવી જ નથી એવી વ્યર્થ વાતો કરનારા લોકોથી તું દૂર રહેજે. એવી વાતો માણસને દેવથી વધુ ને વધુ વિરૂદ્ધ કરનારી હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 2:16
19 Iomraidhean Croise  

એઝરા યાજકે ઊભા થઈને તેઓને કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે, પરદેશી સ્ત્રીઓ પરણીને ઇઝરાયલનો અપરાધ વધાર્યો છે.


એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે.


ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.


તમે અભિમાન રાખો છો તે શોભતું નથી. થોડું ખમીર આખા લોંદાને ફુલાવે છે, તે શું તમે નથી જાણતા?


આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ,


પણ અધર્મી અને કપોળકલ્પિત કહાણીઓથી અલગ રહે, અને ઈશ્વરપરાયણતાની કસરત કર.


હે તિમોથી, જે [સત્ય] તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.


તું આ વાતોનું તેઓને સ્‍મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.


એ માટે જો કોઈ પાછલાંથી પોતાને [દૂર રાખીને] શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, ‍ સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.


પણ દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.


તેઓનાં મોં બંધ કરવાં જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખાં કટુંબોને ઊંધાં વાળે છે.


કે, તેઓ યહૂદીઓની કલ્પિત કથાઓ પર તથા સત્યથી ફરી જનાર માણસોના હુકમ પર‍ ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દઢ રહે.


પણ મૂર્ખતાભરેલા વાદવિવાદો, વંશાવાળીઓ, કજિયા તથા નિયમશાસ્‍ત્ર વિષેની તકરારોથી અલગ રહે, કેમ કે એવી બાબતો નિરુપયોગી તથા નકામી છે.


તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય; રખેને કોઈ કડવાશરૂપી જડ ઊગે, અને તેમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણાખરા અપવિત્ર થાય;


કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે.


શ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો [અધિકાર] તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે, “જે શ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું. છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.”


મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખું જગત શ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું.


Lean sinn:

Sanasan


Sanasan