Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 2:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે: જો આપણે તેમની સાથે મર્યા, તો તેમની સાથે જીવીશું પણ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 આ વિધાન સત્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો આપણે તેમની સાથે જીવીશું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ વચન વિશ્વાસયોગ્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ ઉપદેશ સાચો છે: જો આપણે તેની સાથે મર્યા હોઇશું, તો તેની સાથે આપણે જીવીશું પણ ખરા.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 2:11
12 Iomraidhean Croise  

થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો.


કારણ કે જો આપણે તેમના મરણની સમાનતામાં [તેમની] સાથે જોડાયા, તો તેમના પુનરુત્થાનની [સમાનતામાં] પણ આપણે [જોડાયેલા] થઈશું.


હવે જો આપણે ખ્રિસ્તની સાથે મર્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા.


કેમ કે જોકે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા, તોપણ તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે તમારે માટે જીવીશું.


[અમારા] શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે.


પછી આપણામાંનાં જેઓ જીવતાં રહેનારા છીએ, તેઓ ગગનમાં પ્રભુને મળવા માટે તેઓની સાથે વાદળોમાં તણાઈ જઈશું. અને અમે સદા પ્રભુની સાથે રહીશું.


આપણે જાગીએ કે ઊંઘીએ તો તેમની સાથે જીવીએ, એ માટે તે આપણે માટે મરણ પામ્યા.


આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.


આ વિધાન ખરું છે, “જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે.”


એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે.


Lean sinn:

Sanasan


Sanasan