Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મારા પુત્ર, ખ્રિસ્ત ઈસુમાં મેળવાવા દ્વારા આપણને આપવામાં આવેલી કૃપાની મારફતે બળવાન થા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તિમોથી, મારા માટે તો તું દીકરા સમાન છે. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે કૃપા છે તેમાં બળવાન થા.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 2:1
14 Iomraidhean Croise  

તો પણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, બળવાન થા. હે યહોસાદાકના દીકરા યહોશુઆ, પ્રમુખ યાજક, બળવાન થા. યહોવા કહે છે, ‘હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઈને કામે લાગો’:કેમકે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે,


જાગૃત રહો, વિશ્વાસમાં દઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે;


ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.


મારા વહાલા દીકરા પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ:


તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.


કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.


તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે.


પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો.


પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.


પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan