Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે હું તને યાદ દેવડાવું છું કે, જે ઈશ્વરનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 માટે હું તને યાદ દેવડાવું છું કે મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને જે કૃપાદાન બક્ષ્યું હતું તેને સતેજ રાખજે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 માટે હું તને યાદ દેવડાવા ઈચ્છું છું કે, જ્યારે મેં મારા હાથો તારા માથા પર મૂક્યા, દેવે તને તે કૃપાદાન આપ્યું. જેમ એક નાની સરખી જ્યોત ધીરે ધીરે મોટા અગ્નિમાં પરિવર્તન પામે છે, તેમ દેવે તને આપેલ તે ખાસ કૃપાદાન વધુ ને વધુ ખીલે અને તું એનો ઉપયોગ કરે એમ હું ઈચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 1:6
19 Iomraidhean Croise  

અને જે સર્વ સ્‍ત્રીઓના મનમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યા.


અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ અક્કલ મૂકી હતી તે સર્વને એટલે પ્રત્યેક માણસ જેનું હ્રદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કાર્યમાં દાખલ થઈને તે કરવું તેઓને મૂસાએ બોલાવ્યા.


મને યાદ દેવડાવ; આપણે પરસ્પર વિવાદ કરીએ. તું [તારી હકીકત] કહે, જેથી તું ન્યાયી ઠરે.


તેણે પોતાના દશ ચાકરોને બોલાવીને તેઓને દશ મહોર આપીને કહ્યું, ‘હું આવું ત્યાં સુધી તેનો વહીવટ કરો.’


જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો. અને તેઓ [બીજી] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.


તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા. અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા.


આત્માને ન હોલવો;


જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધદ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિષે તારે બેદરકાર રહેવું નહિ.


આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.


તું આ વાતોનું તેઓને સ્‍મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાંઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ.


માટે જો કે તમે એ વાતો જાણો છો, અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો, તોપણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહિ.


વહાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું, અને બન્‍ને [પત્રો] થી તમારાં નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું; કે


હવે તમે બધું જાણી ચૂકયા છો ખરા, તોપણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan