Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અમે કોઈ માણસનું અન્‍ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 અમે કોઈનું મફત ખાધું નથી. અમે સખત પરિશ્રમ સહિત રાતદિવસ ક્મ કરતા રહ્યા; જેથી તમારામાંના કોઈને અમે બોજારૂપ ન થઈ પડીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને જ્યારે અમે અન્ય લોકોનું અન્ન આરોગ્યું હતુ ત્યારે અમે હમેશા તેનું મૂલ્ય ચૂકવ્યું હતું. તમારા કોઈ માટે અમે બોજારુંપ ન બનીએ તેથી અમે ઘણું કામ કર્યુ હતું. અમે રાત દિવસ કામ કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 3:8
14 Iomraidhean Croise  

કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી અમ દરેક જણને અકેક મોભ કાપી લેવા દો, ને ત્યાં અમારે માટે રહેવાની જગા કરવા દો.” એલિશાએ ઉત્તર આપ્યો, “જાઓ.”


મારે માટે દરરોજ એક ગોધો, છ વીણી કાઢેલા ઘેટા, ને મરઘાં રાંધવામાં આવતાં, તથા દશ દશ દિવસને અંતરે દ્રાક્ષારસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો; તોપણ મેં સૂબા તરીકે નો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો.


તે પોતાના ઘરનાં માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે, તે આળસની રોટલી ખાતી નથી.


દિવસની અમારી રોટલી આજ અમને આપો.


તે તેઓના જેવો ધંધો કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુ [નાં કપડાં] વણવાનો હતો.


તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડયું છે.


વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ.


શું અમને ખાવાપીવાનો અધિકાર નથી?


શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, ટાઢ તથા વસ્‍ત્રની તંગાશ, એ સર્વ સહન કર્યું.


વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ, કેમ કે, મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી. અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો, અને દૂર રહીશ.


ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.


ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.


અને જેમ અમે તમને આજ્ઞા આપી તેમ શાંત રહેવાને, પોતપોતાનાં જ કામ કરવાને અને પોતાને હાથે ઉદ્યોગ કરવાને, યત્ન કરો,


હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે, તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું કમાયેલું ખાય.


Lean sinn:

Sanasan


Sanasan