Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ પ્રભુ વિશ્વસનીય છે, તે તમને દઢ કરશે, ને દુષ્ટ [શેતાન] થી તમારું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પણ પ્રભુ વિશ્વાસુ છે; તે તમને બળવાન બનાવશે અને શેતાનથી તમને બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પરંતુ પ્રભુ વિશ્વસનીય છે. તે તમને સાર્મથ્ય પ્રદાન કરશે અને દુષ્ટ (શૈતાન) થી તમારું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 3:3
16 Iomraidhean Croise  

જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઇસહાકનું નામ મૂકો; અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાઓ.”


યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.


સર્વ દુ:ખથી યહોવા તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.


વળી જાણી જોઈને કરેલાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓ મારા ઉપર રાજ ન કરે; ત્યારે હું પૂર્ણ થઈશ, અને મહાપાપમાંથી બચી જઈશ.


પણ તમારું બોલવું તે ‘હા તે હા, ને ‘ના તે ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે.


અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.]


અને અમારાં પાપ અમને માફ કરો, કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવો; [પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો.] ”


તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને પાપથી બચાવો એવી [વિનંતી કરું છું.]


જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.


માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.


જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે.


તે તમારાં હ્રદયોને દિલાસો આપો, ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દઢ કરો.


પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહીસલામત રાખશે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


Lean sinn:

Sanasan


Sanasan