Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહિ, અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે [અધર્મી પુરુષ] પ્રગટ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 જેઓ નાશ પામવાના છે તેમની તે સર્વ પ્રકારે ભૂંડી છેતરપિંડી કરશે. બચાવને અર્થે જે પ્રેમ અને સત્યનો આવકાર કરવાનો છે, તે નહિ કરવાથી તેઓ નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દુષ્ટ માણસ દરેક પ્રકારના પાપરુંપ કપટ સાથે પ્રયુક્તિઓમાં જે લોકો ભટકી ગયેલા છે તેમને મૂર્ખ બનાવવા માટે ઉપયોગ કરશે. તે લોકો ભટકી ગયા છે કારણ કે તેઓએ સત્યને ચાહવાનો ઈન્કાર કરી દીધો. (જો તેઓએ સત્યને ચાહ્યું હોત, તો તેઓનું તારણ થઈ શકયું હોત.)

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 2:10
29 Iomraidhean Croise  

યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે; મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું; જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું પ્રાપ્ત થઈશ.


ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.


કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.


તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી. પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું.


ભાઈઓ, [ઇઝરાયલ તારણ પામે] એવી મારા અંત:કરણની ઇચ્છા તથા ઇશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે.


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


પણ ઈશ્વરને ધન્ય હો કે, તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંત:કરણથી સ્વીકાર્યો.


કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે


જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.


કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે.


તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી. તેઓનાં કામ પ્રમાણે તેઓનો અંત થશે.


કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધરૂપ છીએ.


કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.


જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા ન થઈએ


વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે. પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે.


તેઓ અસત્ય માને માટે ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે.


પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારે વિષે હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કર્યા છે.


સર્વ માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે.


પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે, પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ [હ્રદયનો] ન થાય.


પણ તેઓ સ્વભાવે મૂર્ખ પશુ કે, જેઓ પકડવા તથા નાશ પામવા માટે સર્જાયેલાં છે, તેઓની જેમ જે વિષે તેઓ પોતે કંઈ જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાની ભ્રષ્ટતામાં નાશ પામશે, અને અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.


કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


Lean sinn:

Sanasan


Sanasan