Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિષે તથા તેમની પાસે આપણા એકત્રિત થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન અને તેમની પાસે આપણા એકત્ર થવા સંબંધી અમે તમને જણાવીએ છીએ કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પુનઃઆગમન તથા તેમની પાસે આપણા એકત્ર થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિષે અમારે કઈક કહેવાનું છે. જ્યારે આપણે તેની (ઈસુની) સાથે ભેગા થઈશું તે સમય વિષે અમારે તમને કહેવું છે.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 2:1
14 Iomraidhean Croise  

શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે.


હું તમને ખરેખર કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”


અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે.


અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વ વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, [હા, ખ્રિસ્તમાં].


કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું અપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ [મુગટ] નથી?


એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે.


તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુને નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું ને ઈશ્વરને પ્રસન્‍ન કરવા, એ વિષે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો, તેમ વધારે ને વધારે વર્તતા જાઓ.


ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.


માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ, ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની [આણ દઈને] હું તને આગ્રહપૂર્વક કહું છું કે,


Lean sinn:

Sanasan


Sanasan