Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે સહન કરો છો, તેમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 સર્વ સતાવણીઓ અને દુ:ખોમાંથી પસાર થઈ ચૂકયા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 1:4
24 Iomraidhean Croise  

આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો.


એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન મળશે.


પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.


માત્ર જેમ પ્રભુએ દરેકને વહંચી આપ્યું છે, અને જેમ ઈશ્વરે દરેકને તેડયું છે. તેમ તેણે વર્તવું. એ જ [નિયમ] હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું.


એ માટે નિર્બળતામાં, અપમાન [સહન કરવા] , તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.


માટે જો મેં તમારે વિષે તેની આગળ કોઈ વાતમાં અભિમાન કર્યું હોય, તો તેથી હું શરમાતો નથી. પણ જેમ અમે તમને બધી સત્ય વાતો કહી, તેમ જે અભિમાન અમે તિતસની આગળ કર્યું તે અમારું [અભિમાન] સાચું પડયું.


તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું, તમારે લીધે હું બહુ અભિમાન કરું છું. હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં મારું અંત:કરણ આનંદથી ઊભરાઈ જાય છે.


કેમ કે તમારી ઝંખના હું જાણું છું. એ બાબત હું મકદોનિયાના લોકોની આગળ તમારે લીધે અભિમાન કર્યા કરું છું કે, અખાયા એક વરસથી તૈયાર છે; અને તમારી ઉત્કંઠાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે.


રખેને મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે, અને તમને નહિ તૈયાર થયેલા જુએ, તો આ ખાતરી [રાખવા] ને લીધે અમારે (તમારે તો અમે નથી કહેતા) શરમાવું પડે.


કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.


કેમ કે, ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ [પર વિશ્વાસ રાખનારી] ઈશ્વરની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુ:ખ સહન કર્યાં તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવાં જ દુ:ખો સહન કર્યાં છે.


કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું અપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ [મુગટ] નથી?


પ્રભુ તમારાં હ્રદયોને ઈશ્વરના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.


કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.


માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.


એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું.


જુઓ, જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે, એમ આપણે માનીએ છીએ:તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.


ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ,


આમાં સંતોનું ધૈર્ય, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય [રહેલું] છે.”


Lean sinn:

Sanasan


Sanasan