Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓ 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એથી અમે હમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, આપણા ઈશ્વર જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે, ને [પોતાના] સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઇચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 એટલે જ અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે પોતાની શક્તિથી સારાં ક્મ કરવા માટે તમારી સર્વ ઇચ્છાઓ પૂરી કરો અને વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓ 1:11
41 Iomraidhean Croise  

મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ [ટકનાર] છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ ન કરો.


કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણા દોરનાર થશે.


તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને [ફરી] બાંધો.


ઈશ્વર આપણા તારણના ઈશ્વર છે; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે.


પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે.


તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.


યહોવા કહે છે, “હું પ્રસૂતિકાળ પાસે લાવીને પ્રસવ નહિ કરાવું?” તારો ઈશ્વર કહે છે, “હું જે જન્મ આપનાર તે હું [ગર્ભસ્થાન] બંધ કરું?”


અમારા ઈશ્વર, જેની અમે ઉપાસના કરીએ છીએ, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજાજી, તે અમને આપના હાથમાંથી છોડાવશે.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


જમીન તો પોતાની મેળે ફળ આપે છે. પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરાં દાણા.


ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


કેમ કે જે ઈશ્વરની સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું,


કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.


વળી મારા ભાઈઓ, મને તમારે વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્‍ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો.


વળી જેઓને તેમણે અગાઉથી નકકી કર્યા, તેઓને તેમણે તેડયા પણ; અને જેઓને તેમણે તેડયા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.


વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દઢ રાખશે.


તમારે માટે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માંગું છું કે,


તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્‍નતા પ્રમાણે, પોતાને માટે, આપણને ઈસુ ખ્રિસ્તદ્વારા પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યાં.


તેમણે તેમનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્‍નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો


જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.


કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.


ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું.


કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.


એ તો ઈશ્વરના ન્યાયી ઇનસાફનું પ્રમાણ છે, જેથી ઈશ્વરના જે રાજયને માટે તમે દુ:ખ સહન કરો છો, તે [રાજયમાં દાખલ થવા] ને યોગ્ય તમે ગણાઓ.


અને એટલા માટે તેમણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડયા છે.


આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


તોપણ જેઓએ પોતાનાં વસ્‍ત્રો મલિન કર્યા નથી, એવાં થોડાંક નામ તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઊજળાં વસ્‍ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.


અને અમારા ઈશ્વરને માટે, તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.”


Lean sinn:

Sanasan


Sanasan