Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 9:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 દાઉદે તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્‍કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને પાછી આપીશ; અને તું હમેશા મારી મેજ પર ભોજન કરજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 દાઉદે તેને કહ્યું, “બીશ નહિ, કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નિશ્ચે તારા પર દયા દર્શાવીશ, તારા દાદા શાઉલની તમામ સંપત્તિ હું તને પાછી આપીશ, તું હંમેશાં મારી સાથે મેજ પર ભોજન કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારે દાઉદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને કારણે હું તારા ઉપર કૃપા કરીશ. હું તને તારા દાદા શાઉલની બધી જમીન સોંપી દઈશ; અને તું રોજ માંરી સાથે ભોજન કરજે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 9:7
32 Iomraidhean Croise  

અને તે માણસોને તે યૂસફને ઘેર લાવ્યો, માટે તેઓ બીધા, ને બોલ્યા, “જે નાણું પહેલી વાર આપણી ગૂણોમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લાવ્યો છે કે, તેને આપણી વિરુદ્ધ બહાનું મળે, ને આપણા પર તે તૂટી પડે, ને આપણને ગુલામ કરી લે, તથા આપણાં ગધેડાં પણ લઈ લે.”


અને તેણે કહ્યું, “તમે કુશળ રહો, તમે બીહો મા; તમારા તથા તમારા પિતાના ઈશ્વરે તમારી ગુણોમાં તમને સંપત આપી છે. તમારાં નાણાં મને પહોંચ્યા છે.”


અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું, તારા ઘણીની પત્નીઓ તારી ગોદમાં આપી, ને તને ઇઝરાયલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું, અને એ જો કમ પડત, તો હું તને અમુક અમુક વાનાં પણ આપત.


કેમ કે મારા પિતાનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ કેવળ મૂએલા માણસ જેવું હતું; તોપણ તમારી પોતાની મેજ પર જમનારાઓ મધ્યે તમે આ તમારા ચાકરને દાખલ કર્યો તો રાજાની આગળ હજીએ વધારે વિનંતી કરવાનો મારો શો હક છે?”


રાજાએ તને કહ્યું, “તારી બાબતો વિષે તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે, તું ને સીબા જાગીર વહેંચી લો.”


રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “તું મારી સાથે પેલે પાર આવ, ને હું યરુશાલેમમાં મારી સાથે તારું પાલન કરીશ.”


પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.


દાઉદે પૂછ્યું, “શું શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે, યોનાથાનની ખાતર હું તેના પર કૃપા બતાવું?”


અને તારે તથા તારા દિકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી; અને [તેની ઊપજ] તારે લાવવી કે, જેથી તારા માલિકના દિકરાનું ગુજરાન ચાલે; પણ તારા માલિકનો દિકરો મફીબોશેથ તો હમેશા મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દિકરા તથા વીસ ચાકર હતા.


ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા ધણી રાજાએ પોતાના દાસને જે સર્વ આજ્ઞા કરી છે, તે પ્રમાણે તમારો દાસ વર્તશે.” [રાજાએ કહ્યું,] “મફીબોશેથ તો રાજાના એક દિકરાની જેમ મારી મેજ પર જમશે.”


એમ મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર જમતો હતો, તે બન્‍ને પગે લંગડો હતો.


રાજાએ પૂછ્યું, “શાઉલના કુટુંબમાંનું હજી કોઈ નથી રહ્યું, કે હું તેના પર ઈશ્વરની કૃપા બતાવું?” સીબાએ રાજાને કહ્યું, “યોનાથાનનો એક દિકરો હજી છે, તે પગે લંગડો છે.”


પણ ‘ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું મહેરબાની રાખજે, ને તેઓ તારી મેજ પર જમનારાઓમાં દાખલ થાય, કેમ કે તારા ભાઈ આબ્શાલોમથી હું નાસતો ફરતો હતો ત્યારે તેઓ મારી પાસે એવી રીતે આવ્યા.


તેનો બંદીવાનનો પોષાક તેણે બદલાવ્યો, ને તેના આયુષ્યના સર્વ દિવસો સુધી તેણે હમેશાં તેની સાથે રોટલી ખાધી.


હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.


બંદીખાનામાં જે કપડાં તે પહેરતો હતો તે ઉતરાવીને તેને બીજાં પહેરાવ્યાં, ને તે જીવન પર્યંત નિત્ય તેની સાથે જમતો હતો.


જેમાં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ કહ્યું છે, “અદલ ઈનસાફ કરો, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા તથા દયા રાખો.


દિવસની અમારી રોટલી આજ અમને આપો.


કે, તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ. અને તમે ઇઝરાયલનાં બારે કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બેસશો.


જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે.


ફક્ત યહોવાની બીક રાખો, ને સત્યતાએ તમારા પૂરા હ્રદયથી તેમની સેવા કરો; કેમ કે તમારે માટે તેમણે કેટલાં મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો.


પરંતુ મારા કુટુંબ પરથી પણ કોઈ કાળે તારી કૃપા ઉઠાવી લઈશ નહિ; બલકે, યહોવા દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીને પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ.”


તું મારી સાથે રહે, બીશ નહિ. કેમ કે જે મારો જીવ [લેવા] માગે છે તે તારો પણ જીવ [લેવા] માગે છે. મારી સાથે તું સહીસલામત રહેશે.”


Lean sinn:

Sanasan


Sanasan