Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:2
22 Iomraidhean Croise  

અને તેમાંના લોકોને બહાર લાવીને તેણેતેમની પાસે કરવતો, લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ વડે મજૂરી કરાવી, ને ઈંટોની ભઠ્ઠીઓમાં તેમની પાસે કામ કરાવ્યું. આમ્મોનપુત્રોનાં બધાં નગરોને પણ તેણે એજ પ્રમાણે કર્યું. પછી દાઉદ તથા સર્વ લોક યરુશાલેમમાં પાછા આવ્યા.


પછી દમસ્કસના અરામમાં દાઉદે થાણાં બેસાડ્યાં. અને અરામીઓ દાઉદના તાબેદાર થયા, ને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી.


નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી, તથા મિસરની સીમા સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત‍ ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા, ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યાં.


આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની વિરુદ્ધ બળવો કર્યો.


તેના પર આશૂરનો રાજા શાલ્માનેસેર ચઢી આવ્યો; અને હોશિયા તેનો તાબેદાર થઈને તેને ખંડણી આપવા લાગ્યો.


વળી તેણે મોઆબને હરાવ્યો. મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને તેને ખંડણી ભરવા લાગ્યા.


આમ્મોનીઓ ઉઝિયાને નજરાણાં આપતા હતા. તેની નામના મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો બળવાન થયો હતો.


મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારો જોડો ફેંકીશ; પલિસ્તી દેશ પર હું જયજયકાર કરીશ.”


પરદેશીઓનો ક્ષય થયો, તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા ધ્રુજતા આવ્યા.


હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.


મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું ખાસડું નાખીશ; હે પલિસ્તી દેશ, મારો જયઘોષ કર.”


તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,


તમારે હિઝકિયાનું કહેવું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે, ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો;


હું તેને જોઉં છું, પણ હમણાં નહિ; હું તેને નિહાળું છું, પણ સન્‍નિધ નહિ. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દિકરાઓનો નાશ કરશે.


પણ કેટલાએક નકામા માણસોએ કહ્યું, “આ તે અમારો શો બચાવ કરશે?” અને તેઓએ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કંઈ ભેટ લાવ્યા નહિ. તો પણ તે શાંત રહ્યો.


હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્‍મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.


ત્યાંથી દાઉદ મોઆબના મિસ્પામાં ગયો. અને તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાનો છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.”


અને તે તેઓને મોઆબના રાજાની હજૂરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan