Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જે જે ઠેકાણે સર્વ ઇઝરાયલી લોકો સાથે હું ફર્યો છું, ત્યાં ઇઝરાયલનાં કુળોમાંના જેને મેં મારા ઇઝરાયલ લોકોનું પાલન કરવાની આજ્ઞા આપી, તેઓમાંના કોઈને શું મેં એક શબ્દ પણ કહ્યો કે, મારે માટે એરેજવૃક્ષના લાકડાનું ઘર તમે કેમ બાંધતાં નથી?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ઇઝરાયલી લોકો સાથેની મારી સર્વ મુસાફરી દરમિયાન મેં તેમના પર નીમેલા આગેવાનોમાંના કોઈને કદી પૂછયું નથી કે તમે મારે માટે ગંધતરુના લાકડાંનું મંદિર કેમ બાંધ્યું નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના કુળના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, “શા માટે તમે મારે સારું દેવદાર વૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ઇસ્રાએલીઓ સાથેના માંરા પ્રવાસ દરમ્યાન મેં કદી ઇસ્રાએલની કોઇપણ જાતિને કે જેને મેં માંરા ઇસ્રાએલના લોકો પર નિયંત્રણ કરવાનો હૂકમ કર્યો હતો કે, તમે માંરે માંટે દેવદારના લાકડાનું મંદિર બંધાવો?’

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:7
19 Iomraidhean Croise  

ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”


ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તમે જ હતા. તેમ જ તમારા ઈશ્વર યહોવાએ અમને કહ્યું હતું, ‘તું મારા ઇઝરાયલી લોકનું પાલન કર, ને તું જ મારા ઇઝરાયલી લોકો પર અધિકરી થશે.’”


જે બધી જગાઓમાં હું સર્વ ઇઝરાયલી લોકોની સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી એવું પૂછ્યું કે, મારે માટે તમે એરેજ-કાષ્ટનું મંદિર કેમ બાંધ્યું નથી?’


ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.


યહોવા એવું કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, ને પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?”


તેઓનું પાલન કરે એવા પાળકોને હું તેમના પર ઠરાવીશ. તેઓ ફરી બીશે નહિ, ગભરાશે નહિ, ને ભૂલા પડશે નહિ, ” એમ યહોવા કહે ચે.


મારા મનગમતા પાળકો હું તમને આપીશ, ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.


હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ, ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને, હા, તે પાળકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે! શું પાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?


વળી હું તેમના પર એક પાળક સ્થાપીશ, ને તે, એટલે મારો સેવક દાઉદ તેમનું પોષણ કરશે. તે તેમનું પોષણ કરશે, ને તે તેઓનો પાળક થશે.


તે યહોવાના સામર્થ્યસહિત તથા પોતાના ઈશ્વર યહોવાના નામના પ્રતાપસહિત ઊભો રહીને [પોતાના ટોળાનું] પાલન કરશે. અને તેઓ કાયમ રહેશે; કેમ કે હવે પૃથ્વીના છેડા સુધી તે મોટો થશે.


“ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે.”


તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.


તેઓએ બૂમ પાડી, “ઇઝરાયલી માણસો, સહાય કરો:જે માણસ સર્વ સ્થળે લોકોની તથા નિયમશાસ્‍ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સર્વને શીખવનાર તે આ છે. અને વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે.


કેમ કે યહોવા તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવાને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તારાથી દૂર ન જાય.


તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તનાં દુ:ખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, એથી તેઓને વિનંતી કરું છું કે,


Lean sinn:

Sanasan


Sanasan