Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તમારો સેવક તે જાણે માટે તમારા વચનની ખાતર, તથા તમારા પોતાના સ્વભાવ પ્રમાણે, આ સર્વ મોટાં કૃત્યો તમે કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 આ બધામાં તમારી ઇચ્છા અને હેતુ હતાં. તમે આપેલા વચનને લીધે અને તમારી ખુદની ઇચ્છા પ્રમાણે તમે એ સઘળી મહાન બાબતો તમારા સેવકને જણાવી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તમે તમારા વચનની ખાતર તથા તમારા હેતુને પૂરા કરવા, આ સર્વ મોટાં કામો કર્યાં છે અને મારી સમક્ષ તે પ્રગટ કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમે આ બધા અદ્ભૂત કાર્યો કરો છો કારણકે તમે કહ્યું, તમે તે કરશો કારણકે એમ કરવાની તમાંરી ઇચ્છા હશે. આ બાબત મને તમાંરા સેવકને જણાવવાનું તમે કહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:21
16 Iomraidhean Croise  

હે યહોવા, આ તમારા સેવકની ખાતર, ને તમારા અંત:કરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે.


હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


હા, ઓ પિતા, કેમ કે તમને એ સારું લાગ્યું.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


એ માટે કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે;


તે જ સમયે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યા, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તમારી સ્‍તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તમે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા, પિતા, કેમ કે એ તમને સારું લાગ્યું.


ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વ જોગ,


તેમણે તેમનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્‍નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો


તે [સંકલ્પ] પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળીદ્વારા જણાય.


પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.


તારા ન્યાયીપણાને લીધે કે તારા અંત:કરણના પ્રામાણિકપણાને લીધે તું તેઓના દેશનું વતન પામવા જાય છે એમ તો નહિ, પણ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે, તથા જે વચન યહોવાએ પ્રતિજ્ઞા લઈને તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપ્યું હતું, તે સ્થાપિત કરવા માટે યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan