Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હવે દાઉદ તમને બીજું શું કહી શકે? કેમ કે, હે પ્રભુ યહોવા, તમે તમારા સેવકને ઓળખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 હવે હે પ્રભુ, દાવિદ તમને વિશેષ શું કહે? કારણ, પ્રભુ પરમેશ્વર તમે તમારા સેવકને જાણો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હું દાઉદ, તમને વધારે શું કહું? પ્રભુ ઈશ્વર, તમે તમારા સેવક સંબંધે આ રાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 અને હવે હું બીજું કહું પણ શું? હું કેવો છું, તે તમે કયઁા નથી જાણતા. તમે તમાંરા સેવકને બરાબર ઓળખો છો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:20
9 Iomraidhean Croise  

કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


તમારા સેવકને આપેલા માન વિષે તે તમને બીજું વધારે શું કહી શકે? કેમ કે તમે તેને ઓળખો છો.


હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે, અને તમે મને ઓળખો છો.


અને માણસ વિષે કોઈ સાક્ષી આપે એવી તેમને અગત્ય ન હતી; કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતા હતા.


તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


ત્યારે તે બોલ્યો, “ના; પણ યહોવાઅના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું.” અને યહોશુઆ ભૂમિ પર ઊંધો પડ્યો, ને ભજન કરીને તેને કહ્યું, “મારો માલિક પોતાના દાસને શું કહે છે?”


મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.


પણ યહોવાએ શમુએલને કહ્યું, “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ [યહોવા જોતા] નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હ્રદય તરફ જુએ છે.’


Lean sinn:

Sanasan


Sanasan