Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “હવે જુઓ, હું એરેજવૃક્ષના લાકડાની ઈમારતમાં રહું છું, પણ યહોવાનો કોશ તંબુમાં રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદાર વૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 રાજાએ પ્રબોધક નાથાનને કહ્યું, “હું અહીં સુંદર મહેલમાં રહું છું અને યહોવાનો પવિત્રકોશ મંડપમાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:2
24 Iomraidhean Croise  

ઉરિયાએ દાઉદને કહ્યું, “કોશ, ઇઝરાયલ તથા યહૂદા રાવટીઓમાં રહે છે; અને મારો મુરબ્બી યોઆબ તથા મારા મુરબ્બીના ચાકરો ખુલ્‍લા મેદાનમાં છાવણી નાખી પડેલા છે. તો શું હું ખાવાપીવા, તથા મારી પત્નીની સાથે સૂવા મારે ઘેર જાઉં? આપના તથા આપના જીવના સમ, હું એ કામ કરનાર નથી.”


પછી યહોવાએ નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે દાઉદની પાસે આવીને તેને કહ્યું, “એક નગરમાં બે માણસ હતા. એક શ્રીમંત, ને બીજો દરિદ્રી.


અને તૂરના રાજા હિરામે દાઉદ પાસે સંદેશિયા મોકલ્યા. તે સાથે એરેજવૃક્ષો, સુતારો તથા સલાટો [પણ] મોકલ્યા. અને તેઓએ દાઉદને માટે ઘર બાંધ્યું.


લોકોએ યહોવાનો કોશ [નગરની] અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને માટે ઊભો કર્યો હતો, તેમાં તે તેની જગાએ મૂક્યો. પછી તેણે યહોવાની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.


આ સર્વ વચન પ્રમાણે તથા આ સઘળા દર્શન પ્રમાણે નાથાન દાઉદની આગળ બોલ્યો.


અને જુઓ, તે હજી તો રાજા સાથે વાત કરતી હતી. એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો.


પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ, તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાની મદદે ગયા નહિ.


નાથાનનો દીકરો અઝાર્યા કારભારીઓનો ઉપરી હતો; નાથાનનો દીકરો ઝાબૂદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો;


હવે ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને અર્થે મંદિર બાંધવું એવું મારા પિતા દાઉદના હ્રદયમાં હતું,


જ્યારે સૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવાને તેની પાસે સંદેશિયા સાથે એરેજકાષ્ટ તથા કડિયા ને સુતારો મોકલ્યાં,


તેઓએ ઈશ્વરના કોશને અંદર બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.


દાઉદે સુલેમાનને કહ્યું, “હે મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધવાનું મારા મનમાં હતું તો ખરું,


દાઉદ રાજાના પહેલાં તથા છેલ્લાં કૃત્યો શમુએલ દષ્ટાના, નાથાન પ્રબોધકના તથા ગાદ દષ્ટાના ઈતિહાસમાં નોંધેલાં છે.


પણ દાઉદે ઈશ્વરના કોશને માટે [જે જગા] તૈયાર કરી હતી ત્યાં તે તેને કિર્યાથ-યારીમથી લાવ્યો હતો; કેમ કે તેણે તેને માટે યરુશાલેમમાં તંબુ માર્યો હતો.


દાઉદની, દષ્ટા ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત યહોવાના મંદિરમાં [સેવા કરવા માટે] ઠરાવ્યા, કેમ કે યહોવાએ પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી.


સુલેમાનના બાકીનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકની તવારીખમાં, શીલોની અહિયાના ભવિષ્યવાદ ના પુસ્તકમાં લખેલાં છે.


તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ [ઈશ્વર] ની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે,


વળી મારી આંખોને ઊંઘ, અને મારાં પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”


અને મૂસા કોશને મંડપમાં લાવ્યો, ને અંતરપટ લટકાવીને કરારકોશને ઓથો કર્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે‍ શું?”


તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, “તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.”


૨ રા.[દાઉદ] પર ઈશ્વરની કૃપાદષ્ટિ થઈ; તેણે યાકૂબના ઈશ્વરને માટે રહેઠાણ મેળવવાની રજા માગી.


Lean sinn:

Sanasan


Sanasan