Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “‘તું મૃત્યુ પામીશ ત્યારે તને તારા પૂર્વજો સાથે દફનાવવામાં આવશે. હું તારા પુત્રોમાંના એકને તારા રાજયાસન ઉપર બેસાડીશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:12
36 Iomraidhean Croise  

અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું:“એ તારો વારસ નહિ થશે. પણ તારા પોતાના પટેનો જે થશે તે જ તારો વારસ થશે.”


તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે. અને તે પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદાકાળ મહેરબાની રાખે છે.”


નહિ તો મારા મુરબ્બી રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”


વળી રાજાએ એમ કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે આજે મારા જોતાં મારા રજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે, તેમને ધન્ય હોજો!’”


હવે દાઉદને મરવાના દિવસ પાસે આવ્યા હતા. તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી,


દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો


જેથી યહોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે તે ફળીભૂત કરે, એટલે કે જો તારા વંશજો પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હ્રદયથી ને પોતાના પૂરા જીવથી સત્યતામાં મારી સમક્ષ ચાલશે, તો તેણે કહ્યું કે, ઇઝરાયલના રાજ્યાસન પર [બેસનાર] માણસની ખોટ તને પડશે નહિ.


તેથી જેમ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે પુત્રને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ઘર બાંધશે, ’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઇરાદો રાખું છું.


તેણે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જે પોતાના મુખે મારા પિતા દાઉદ સાથે બોલ્યા, ને જેમણે તે પોતાના હાથે પૂરું કર્યું છે.


પણ તું તે મંદિર બાંધીશ નહિ; પણ તારી કમરમાંથી નીકળનાર તારો દીકરો મારા નામને અર્થે મંદિર બાંધશે.’


અને યહોવાએ પોતાનું બોલેલું એ વચન સ્થાપિત કર્યું છે; કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો થયો છું, ને યહોવાએ આપેલા વચન પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું ને ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને અર્થે મેં મંદિર બાંધ્યું છે.


તો જેમ મેં તારા પિતા દાઉદને વચન આપ્યું હતું કે, ‘ઇઝરાયલના રાજ્યાસન પર તને વારસની ખોટ પડશે નહિ.’ તે પ્રમાણે હું તારા રાજ્યની ગાદી ઇઝરાયલ પર સર્વકાળ કાયમ રાખીશ.


તોપણ પોતાના સેવક દાઉદને લીધે યહોવા યહૂદિયાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે યહોવાએ દાઉદને તેના સંતાનોને માટે સદા દીવો આપવાનું વચન આપ્યું હતું.


તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની પાસે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગાએ સ્થાપિત કરીશ.તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ.


હવે, હે યહોવા ઈશ્વર, તમે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત થાઓ; કેમ કે પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોક પર તમે મને રાજા કર્યો છે.


ઇઝરાયલના ઈશ્વર યહોવાએ દાઉદને, એટલે તેને તથા તેના પુત્રોને, ઈઝરાયલનું રાજ્ય લૂણના કરારથી સદાને માટે આપ્યું છે એ શું તમે નથી જાણતા?


તો પણ યહોવાએ દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને લીધે, અને તેને તથા તેના વંશજોને તેમનું રાજ્ય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યુ હતું તેને લીધે દાઉદના કુટુંબનો નાશ કરવા તે ચાહતો ન હતો.


પછી સર્વ લોકોએ રાજાની સાથે ઈશ્વરના મંદિરમાં કોલકરાર કર્યા. તેણે તેઓને કહ્યું, “જેમ યહોવાએ દાઉદના પુત્રો સબંધી વચન આપ્યું છે કે તેના વંશજો રાજ કરશે, તેમ રાજાનો પુત્ર રાજ કરશે.


તમારા સેવક મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું હતું, તે તેમની પ્રત્યે તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા, તે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજ છે તેમ.


પરંતું તારે તે મંદિર બાંધવું નહિ, પણ તેને જે પુત્ર થશે તે મારા નામને માટે મંદિર બાંધશે.’


તેનાં સંતાન સદા રહે, એવું પણ હું કરીશ. આકાશના દિવસોની જેમ તેનું રાજ્ય [સદા ટકશે].


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


કેમ કે યહોવા કહે છે કે, ઇઝરાયલના લોકોના રાજ્યાસન બેસનાર પુરુષની દાઉદના વંશમાં કદી ખોટ પડશે નહિ.


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


ઇબ્રાહિમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી:


તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.


પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.


કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


તે પ્રબોધક હતો, અને તે જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને મને કહ્યું છે કે, તારાં સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ,


જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ,


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે. અને આ લોકો ઊઠશે, ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે, ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે.


કેમ કે ઈસુ મરણ પામ્યા ને પાછા ઊઠયા એવો જો આપણે વિશ્ચાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan