Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને રાજા પોતાના ઘરમાં રહેતો હતો, ને યહોવાએ તેની ચારતરફના શત્રુઓથી તેને શાંતિ આપી હતી, તેવામાં એમ બન્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 રાજા દાવિદ પોતાના મહેલમાં ઠરીઠામ થયો અને પ્રભુએ તેને તેની આસપાસના સર્વ શત્રુઓથી સલામત રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વરે રાજાને શાંતિ સલામતી બક્ષ્યા પછી રાજા પોતાના ઘરમાં વિશ્રામથી રહેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રાજા પોતાના મહેલમાં સ્થાયી થયા અને યહોવાએ તેને ચારે બાજુના શત્રુઓથી સુરક્ષા આપી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 7:1
19 Iomraidhean Croise  

અને તૂરના રાજા હિરામે દાઉદ પાસે સંદેશિયા મોકલ્યા. તે સાથે એરેજવૃક્ષો, સુતારો તથા સલાટો [પણ] મોકલ્યા. અને તેઓએ દાઉદને માટે ઘર બાંધ્યું.


અને શાઉલની દીકરી મીખાલને તેના મરણના દિવસ સુધી કંઈ બાળક થયું નહિ.


એટલે પહેલાંની માફક, તથા જે દિવસે મારા ઇઝરાયલ લોકો પર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા કરી તે વખતની માફક, તેઓને દુષ્ટતાના પુત્રો હવે પછી દુ:ખ આપશે નહિ; અને હું તને તારા સર્વ શત્રુઓથી [બચાવીને] વિસામો પમાડીશ.’ વળી યહોવા તને કહે છે, ‘યહોવા તારે માટે ઘર બાંધશે.


પણ હવે મારા ઈશ્વર યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે; કોઈ શત્રુ નથી કે, કંઈ આપત્તિ નથી.


પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવાની તેને સોંપણી કરી.


દાઉદે સુલેમાનને કહ્યું, “હે મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધવાનું મારા મનમાં હતું તો ખરું,


પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોશને માટે, તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે, વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી.


તેણે યહૂદિયામાં કિલ્લાવાળા નગરો બાંધ્યાં, કેમ કે દેશમાં શાંતિ હતી, ને તે દરમિયાન તેના રાજ્યમાં ક્યાંય પણ લડાલી ચાલતી નહોતી, કેમ કે યહોવાએ તેને શાંતિ આપી હતી.


આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના ઈશ્વરે ચારે તરફથી તેને આરામા આપ્યો હતો.


વળી મારી આંખોને ઊંઘ, અને મારાં પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”


હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.


જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.


પછી જેને પાંચ તાલંત મળ્યાં હતાં, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.


૨ રા.[દાઉદ] પર ઈશ્વરની કૃપાદષ્ટિ થઈ; તેણે યાકૂબના ઈશ્વરને માટે રહેઠાણ મેળવવાની રજા માગી.


અને યહોવાએ તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેમણે તેઓને ચારે તરફ શાંતિ આપી. અને તેઓના સર્વ શત્રુઓમાંથી કોઈ પણ તેઓની આગળ ટકી શક્યા નહિ. યહોવાએ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.


યહોવાએ ઇઝરાયલીઓને તેઓની ચારે તરફના સર્વ શત્રુઓથી વિશ્રાંતિ આપ્યા પછી ઘણે દિવસે. એટલે યહોશુઆ ઘણો વૃદ્ધ તથા વયધર થયો હતો,


Lean sinn:

Sanasan


Sanasan