Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને વળી તે કરતાં પણ હું હલકો થ ઈશ, ને મારી પોતાની દષ્ટિમાં નીચ થઈશ. પણ જે દાસીઓ વિષે તું બોલી છે, તેઓથી તો હું સન્માન જ પામીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 અને મારી જાતને એથી વિશેષ હલકી પાડીશ. તારી આગળ મારી કંઈ વિસાત ન હોય પણ જે દાસીઓ વિષે તું બોલી છે તેઓ તો મારું સન્માન કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 આના કરતાં પણ હું વધારે ‘હલકો’ થઈશ, હું મારી પોતાની દ્રષ્ટિમાં અપમાનિત થઈશ, પણ જે દાસીઓ મધ્યે તું બોલી છે, તેઓથી તો હું સન્માન પામીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 અને એટલું જ નહિ, હું હજી પણ નમ્ર બની માંરી જાતને હજી વધારે નમાંવીશ, તું કદાચ મને માંન નહિ આપે. પરંતુ તું જે દાસીઓ વિષે વાત કરે છે તેઓ સર્વથા મને માંન આપશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:22
16 Iomraidhean Croise  

જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.


અને દાઉદે મીખાલને કહ્યું, “ [એ તો] યહોવાની આગળ [મેં એમ કર્યું,] , જેમણે યહોવાના લોક પર એટલે ઇઝરાયલ પર મને અધિકારી ઠરાવવા માટે તારા પિતા કરતાં તથા તેના કુટુંબના સર્વ કરતાં મને પસંદ કર્યો છે; માટે હું તો યહોવાની સમક્ષ ઉત્સવ કરીશ.


અને શાઉલની દીકરી મીખાલને તેના મરણના દિવસ સુધી કંઈ બાળક થયું નહિ.


“હું કંઈ વિસાતમાં નથી; તો હું તમને શો ઉત્તર આપી શકું? હું મારો હાથ મારા મોં ઉપર મૂકું છું.


તેથી હું [મારી જાતથી] કંટાળું છું, અને ધૂળ તથા રાખમાં [બેસીને] પશ્ચાત્તાપ કરું છું.”


હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી.


મેં મારનારની આગળ મારી પીઠ, તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા; અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહિ.


હે ન્યાયપણું જાણનારા, અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો; માણસની નિંદાથી બીશો નહિ, ને તેઓનાં મહેણાંથી ડરશો નહિ.


હવે પિતર નીચે ચોકમાં હતો, ત્યારે પ્રમુખ યાજકની એક દાસી ત્યાં આવે છે.


આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.


આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.


જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.


એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે.


આથી ઇઝરાયલનો ઇશ્વર યહોવા કહે છે, તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું; પણ હવે યહોવા કહે છે કે, એ મારાથી દૂર રહો; કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે.


Lean sinn:

Sanasan


Sanasan