Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહોવાનો કોશ દાઉદનગરમાં આવતો હતો ત્યારે એમ થયું કે, શાઉલની દીકરી મીખાલે બારીમાંથી નજર કરી, તો દાઉદ રાજાને યહોવાની આગળ કૂદતો તથા નાચતો જોયો; એટલે મીખાલે દાઉદને પોતાના અંત:કરણમાં તુચ્છ ગણ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુની કરારપેટી શહેરમાં લાવવામાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કર્યું અને તેણે રાજા દાવિદને પ્રભુની સમક્ષ નાચતો કૂદતો જોયો અને તેને તેના પ્રત્યે નફરત થઈ આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મિખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:16
12 Iomraidhean Croise  

અને દાઉદે શાઉલના દિકરા ઈશ-બોશેથ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “મારી પત્ની મીખાલ કે, જેની જોડે પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મ આપીને મેં વિવાહ કર્યો હતો, તે મને સોંપ.”


તોપણ દાઉદે સિયોનનો કિલ્‍લો કબજે કરી લીધો. તે જ દાઉદનું નગર છે.


એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.


પછી દાઉદ પોતાના ઘરનાં માણસોને આશીર્વાદ આપવા પાછો આવ્યો. અને શાઉલની દીકરી મીખાલે દાઉદને મળવા બહાર આવીને કહ્યું, “આજે ઇઝરાયલના રાજા કેટલા મહિમાવંત દેખાતા હતા! [કેમ કે] જેમ કોઈ હલકો માણસ નિર્લજ્‍જતાથી નવસ્‍ત્રો થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નવસ્‍ત્રા થયા.”


જ્યારે યહોવાનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કરીને દાઉદ રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેનો તિરસ્કાર કર્યો.


અમારા પર દયા કરો, હે યહોવા, અમારા પર દયા કરો; કેમ કે અમે તુચ્છકાર વેઠી વેઠીને તદ્દન કાયર થયાં છીએ.


કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે; મારા મુખ પર શરમ પથરાયેલી છે.


તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.


પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરીને કહ્યું, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધેલો છે.”


સાંસારિક માનસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.


અને શાઉલે દાઉદને કહ્યું, “જો, મારી મોટી દીકરી મેરાબ [છે] , તેને હું તારી સાથે પરણાવીશ, એટલું જ કે તું મારે માટે બળવાન થા, ને યહોવાની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે કહ્યું, “મારો હાથ એના પર ભલે પડે.”


અને શાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રેમ થયો. તેઓએ શાઉલને એ વાત કહી, ને તે તેને પસંદ પડી.


Lean sinn:

Sanasan


Sanasan