Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો. અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 દાઉદ ઈશ્વરની આગળ પોતાના પૂરા બળથી નાચતો હતો; તેણે શણનો ઝભ્ભો પહેરેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 6:14
20 Iomraidhean Croise  

એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.


પછી દાઉદ પોતાના ઘરનાં માણસોને આશીર્વાદ આપવા પાછો આવ્યો. અને શાઉલની દીકરી મીખાલે દાઉદને મળવા બહાર આવીને કહ્યું, “આજે ઇઝરાયલના રાજા કેટલા મહિમાવંત દેખાતા હતા! [કેમ કે] જેમ કોઈ હલકો માણસ નિર્લજ્‍જતાથી નવસ્‍ત્રો થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નવસ્‍ત્રા થયા.”


દાઉદ, કોશ ઊંચકનારા સર્વ લેવીઓ,.ગવૈયાઓ તથા ગવૈયાઓનો ઉસ્તાદ કનાન્યા પોતાના પૂરા બળથી નાચતા હતા, દાઉદે શણનો એફોદ પહેરેલો હતો.


તેઓ તેમના નામની સ્‍તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.


ડફ તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્‍તુતિ કરો.


તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે.


વળી ગાનારા તેમ જ નાચનારા [કહેશે] , “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”


અને હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું; અને સર્વ સ્‍ત્રીઓ ડફ વગાડતાં ને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


અને મરિયમે તેઓને પ્રત્યુત્તર આપ્યો, “યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેમણે મહિમાવાન ફતેહ મેળવી છે; તેમણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી.”


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


તેઓ અંદર જાય ત્યારે સરદાર તેઓની સાથે અંદર જાય; અને તેઓ બહાર નીકળે ત્યારે તે તેઓની સાથે બહાર નીકળે.


હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો.


અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર.


માણસોને માટે નહિ પણ જાણે પ્રભુને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે બધું ખરા દિલથી કરો,


પછી યિફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો, ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકનીએક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું.


અને જોતા રહેજો કે, શીલોની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રાક્ષાવાડીઓમાંથી બહાર આવવું, અને શીલોની કન્યાઓમાંથી પ્રત્યેકે પોતપોતાના માટે સ્‍ત્રી પકડી લઈને બિન્યામીનના પ્રાંતમાં જતા રહેવું.


પણ શમુએલ બાલ્યાવસ્થામાં શણનો ઝભ્ભો પહેરીને યહોવાની હજૂરમાં સેવા કરતો હતો.


અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, ને મારી આગળ ઝભ્ભો પહેરવા માટે મેં તને ઇઝરાયલનાં બધાં કુળોમાંથી પસંદ કર્યો હતો કે નહિ? તારા પિતાના કુળને ઇઝરાયલી લોકોનાં સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહિ?


ત્યારે રાજાએ દોએગને કહ્યું, “તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ.” ત્યારે દોએગ અદોમી ફર્યો, ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલો પંચાશી પુરુષોને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan