Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 5:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 રાજા તથા તેના માણસોએ તે દેશના રહેવાસી યબૂસીઓની સામે યરુશાલેમ પર ચઢાઈ કરી. દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી, કેમ કે આંધળા તથા લંગડા પણ તને હાંકી કાઢશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 દાવિદ અને તેના માણસોએ યરુશાલેમ પર ચઢાઈ કરી. ત્યાં રહેતાં યબૂસીઓએ વિચાર્યું કે દાવિદ એ નગરને જીતી શકશે નહિ. તેથી તેમણે કહ્યું કે, “તું અહીં કદી જ પ્રવેશી શકશે નહિ, આંધળા અને અપંગો પણ તને બહારનો બહાર રાખી શકે તેમ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દાઉદ રાજા અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યાર પછી દાઉદ પોતાનું સૈન્ય લઈને યરૂશાલેમ ગયો અને ત્યાં યબૂસીઓ સાથે યુદ્ધમાં લડ્યો. યબૂસીઓએ દાઉદને કહ્યું, “તું અમાંરા શહેરમાં આવી શકશે નહિ. અમાંરા આંધળા અને લંગડા લોકો સુદ્ધાં તને રોકી શકશે.” તેઓ માંનતા હતા કે દાઉદ તેઓના નગરમાં દાખલ થઇ શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 5:6
13 Iomraidhean Croise  

અને શાલેમનો રાજા મલ્ખીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો; અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.


કેમ કે તમારા વડે હું પલટણ પર ઘસી જાઉં છું; મારા ઈશ્વરથી હું કોટ કૂદી જાઉં છું.


જ્ઞાની માણસ સમર્થ નગર [ના કોટ] પર ચઢે છે, અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.


યહોવા કહે છે, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી, તમે જે કહો છો, ‘અમારા પર કોણ ચઢી આવશે? અથવા અમારા ઘરોમાં આવવા [ની હિમ્મત] કોણ કરશે?’ જુઓ, હું તો તમારી વિરુદ્ધ છું.


જે ખાલદીઓ તમારી સાથે લડે છે તેઓના આખા સૈન્યને જો તમે મારત, ને તેથી તેઓમાંના ઘાયલ થયેલા માણસો જ બાકી રહેત, તોપણ તેઓ દરેક પોતાના તંબુમાં ઊભા થઈને આ નગરને બાળી નાખત.”


આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા ને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો,


માટે યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, તથા યાર્મૂથના રાજા પિરામને, તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:


અને યરુશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહૂદાપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહૂદાપુત્રોની સાથે યરુશાલેમમાં આજ સુધી રહ્યા છે.


તથા સેલા, એલેફ તથા યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત. બિન્યામીનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.


પણ બિન્યામીનપુત્રોએ યરુશાલેમવાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહિ. પણ યબૂસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરુશાલેમમાં રહ્યા છે.


હવે યહૂદાપુત્રોએ યરુશાલેમ પર ચઢાઈ કરીને તેને જીતી લીધું, ને તેના લોકોને તરવારથી મારીને તે નગરને આગ લગાડી.


Lean sinn:

Sanasan


Sanasan