Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 4:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ઈશ-બોશેથ શયનગૃહમાં પલંગ પર સૂતેલો હતો તે વખતે તેઓએ ઘરમાં જઈને તેને મારી નાખ્યો, ને તેનું માથું કાપી નાખ્યું, ને તેનું માથું લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 એકવાર ઘરમાં પ્રવેશ્યા પછી તેઓ ઇશબોશેથ જ્યાં પોતાના શયનખંડમાં ભરઊંઘમાં હતો ત્યાં ગયા અને તેને મારી નાખ્યો. તેમણે તેનું માથું કાપી નાખ્યું અને તે લઈને આખી રાત યર્દન નદીની ખીણમાં ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે આરામગૃહમાં તે પોતાના પલંગ પર સૂતો હતો ત્યાં પહોંચી ગયા. તેઓએ તેના પર હુમલો કર્યો અને તેની હત્યા કરી. પછી તેઓ તેનું માથું કાપી નાખ્યું. તે લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેઓએ તેને છરો ભોંકી માંરી નાંખ્યો પછી તેનઁુ માંથુ કાપી નાખ્યું અને ઘરથી નાસી જતી વખતે તેને સાથે લઇને ગયા. તેઓએ આખી રાત અરાબાહ સપાટ ભૂમિ પર પ્રવાસ કર્યો અને હેબ્રોન પહોચ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 4:7
8 Iomraidhean Croise  

અને આબ્નેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા, અને યર્દન ઊતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ માહનાઈમ પહોંચ્યા.


અને નદી દેડકાંથી ખદબદશે, ને તેઓ ચઢી આવીને તારા ઘરમાં તથા તારી સુવાની ઓરડીમાં તથા તારા ચૂલાઓમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચૂલાઓમાં તથા તારી કથરોટમાં આવશે.


પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું. અને તે પોતાની માની પાસે તે લઈ ગઈ.


પછી દાઉદ દોડીને તે પલિસ્તી પર ઊભો રહ્યો, ને તેની તરવાર લઈને મ્યાનમાંથી કાઢીને તેને મારી નાખ્યો, ને તે વડે તેનું ગળું કાપી નાખ્યું. પોતાનો યોદ્ધો માર્યો ગયો છે એ જોઈને પલિસ્તીઓ નાઠા.


અને દાઉદ પેલા પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું.


તેઓએ તેનું માથું કાપી લીધું, તથા તેનાં શસ્‍ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા માટે પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan